સુરતનાં માંગરોળ તાલુકાનાં કોસંબા પોલીસે અલગ-અલગ ગેસ કંપનીનાં ઘરેલુ અને કોમર્શિયલ ગેસ સિલિન્ડરની બોટલોનો સંગ્રહ કરી તેનું વેચાણ અને રીફિલિંગનું નેટવર્ક ઝડપી પાડ્યું હતું. જોકે પોલીસે સ્થળ પરથી રૂપિયા 1.44 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કરી બે શખ્સોની ધરપકડ કરી હતી.
સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, કોસંબા પોલીસને ખાનગી રાહે બાતમી મળી હતી કે, તરસાડીની અંબિકા નગર સોસાયટીના પ્લોટ નંબર-12માં આવેલ મકાનમાં કેટલાક શખ્સો ગેરકાયદેસર રીતે ઘર વપરાશના ગેસ સિલિન્ડરનું વેચાણ અને રીફિલિંગ કરે છે.
જે બાતમીનાં આધારે પોલીસે રેડ કરી સ્થળ પરથી જુદી જુદી કંપનીનાં 36 સિલિન્ડર જેમાં 14 ભેરલા અને 22 ખાલી મળી રૂપિયા 61,310/-, ગેસ રીફિલિંગની નોઝલ કિંમત રૂપિયા 450, એક વજન કાંટો કિંમત રૂપિયા 5 હજાર, અંગઝડતીનાં રોકડા રૂપિયા 9,960, 2 નંગ મોબાઇલ કિંમત રૂપિયા 18 હજાર, 1 મોપેડ કિંમત રૂપિયા 50 હજાર મળી કુલ રૂપિયા 1,44,720 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500