સુરતના હજીરા રોડના મોરા ગામથી કવાસ પાટીયા તરફ જવાના રોડ પર એનટીપીસી બ્રિજ નજીક વામન ભંગારના ગોડાઉનની બાજુમાં ખુલ્લા પ્લોટમાં ટેન્કર નંબર GJ/12/BT/9606ના ચાલક આમદ ઇબ્રાહીમ રાજા (રહે.ગાગોદર,તા.રાપર,કચ્છ) અને ટેન્કર નંબર GJ/12/BT/8700ના ચાલક ઇન્દરસીંગ ચિત્તરસીંગ રાવત (રહે.સીંઘાડીયા, તા.સદર,બ્યાવર,રાજસ્થાન) નાને ટેન્કરમાંથી કેમીકલ કાઢતા રંગેહાથ ઝડપી પાડયા હતા.
જોકે પોલીસે આમદ અને ઇન્દરસીંગ દ્વારા ચોરી કરવામાં આવેલા કેમીકલના કેરબા ઉપરાંત 27,000 કિલોગ્રામ મોનોમેર કેમીકલ કિંમત રૂપિયા 38.36 લાખ અને બીજા ટેન્કરમાંથી 24,500 કિલોગ્રામ એથ્લી હેક્સલી એક્રીલેટ કેમીકલ કિંમત રૂપિયા 41.91 લાખ ઉપરાંત બંને ટેન્કર કિંમત રૂપિયા 50 લાખ મળી કુલ રૂપિયા 1.30 કરોડનો મુદ્દામાલ કબ્જે લીધો હતો. જયારે અદાણ પોર્ટ ઉપરથી કેમીકલનો જથ્થો લઇ આણંદ અને કાનપુર જવાનું હતું. પરંતુ જે તે ઠેકાણે કેમીકલનો જથ્થો પહોંચાડવા પહેલા ચોરી કરી સસ્તામાં વેચી દેતા હોવાની કબૂલાત કરી હતી. ઉલ્લેખનીય છે કે, પોર્ટ ઉપર કેમીકલ ભર્યા બાદ સીલ મારવાનું હોય છે પરંતુ કેમીકલ ચોરી કરવા માટે તેઓ ટેન્કરના પાછળના ભાગે લોક ઉપરનો સળીયો ખોલવાથી ક્લીનર સાઇડ વચ્ચેના ભાગે વાલ્વ ખુલતો હોવાથી તેઓ અધુરૂ સીલ મારતા હતા. ત્યારબાદ રસ્તામાં કેમીકલ ચોરી કર્યા બાદ સીલ મારતા હતા.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500