ચાર દિવસ અગાઉ તાંતીથૈયાની એક બિલ્ડિંગનામાં રાતે દરવાજો ખુલ્લો રાખી સુઈ રહેલા ત્રણ ભાઈઓના ઘરમાં લૂંટના ઇરાદે આવેલા બે ઈસમો મોબાઈલ અને રોકડ લૂંટી ભાગવા જતા જાગી ગયેલા ફરિયાદીને ચપ્પુ મારી ફરાર થઈ ગયા હતા તેમજ કડોદરા ચાર રસ્તા પરથી રાત્રીનાં સમયે રિક્ષાની ઉઠાંતરી થઈ હતી. આમ, પોલીસે ઘટનાનાં અનુસંધાનમાં બાતમી આધારે બે ઇસમોની ધરપકડ કરી મુદ્દામાલ રિકવર કર્યો હતો.
સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, ગત તા.29 જુનનાં રોજ પલસાણા તાલુકાનાં તાંતીથૈયા સ્વામિનારાયણ ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં શિવદયા વેબ્રિજની પાછળ આવેલ યાદવની બિલ્ડિંગમાં રહેતા ત્રણ કારીગરો રાત્રી દરમિયાન દરવાજો ખુલ્લો મૂકી સુઈ રહ્યા હતા. ત્યારે લૂંટનાં ઇરાદે આવેલા બે અજાણ્યા લૂંટારુઓ મોબાઈલ અને રોકડ લૂંટી ભાગી રહ્યા હતા તે સમયે એક કારીગરને ચપ્પુ વડે ઇજા પહોંચાડી હતી એ સંદભે ભોગ બનનાર શૈલેન્દ્ર પ્રજાપતિએ કડોદરા પોલીસ મથકનાં ફરિયાદ કરી હતી.
તેમજ ગત તા.30 જુનના મળસ્કે 1 વાગ્યામાં કડોદરા ચાર રસ્તા પર કામરેજથી બારડોલી તરફ જતા રસ્તાના વણાંકમાં પાર્ક કરેલી ઓટો રીક્ષા GJ/05/BW/5870 ચોરી થવા અંગે જોળવા ખાતે રહેતા આબતાફ અઝહર અલી પોલીસ ફરિયાદ કરતા કડોદરા પોલીસ ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી જોકે આ બંને ગુનાનાં અનુસંધાનમાં કડોદરા જી.આઈ.ડી.સી. પોલીસ મથકના દીપકભાઈ શંકરભાઇ તેમજ હરેશભાઇ ખુમાભાઈ નાઓને અંગત રાહે બામતી મળી હતી કે, આ બંને બનાવનાં આરોપી રીક્ષા લઈને ચોરીનાં મોબાઈલ વેચવા નીકળેલ છે અને કડોદરા નજીકથી પસાર થનાર છે.
જે આધારે કડોદરા ચાર રસ્તા પરથી રીક્ષા સાથે બે આરોપી મુકેશ ઉર્ફ ગોલું રમેશભાઈ કોળી (ઉ.વ.22, રહે.કડોદરા, અમૃત નગર, પલસાણા) નાઓ સાથે ગુનાનાં સંડોવાયેલા એક કિશોરને ઝડપી લેવામાં આવ્યો હતો બંનેએ આ બંને ગુનાની કબૂલાત કરી હતી. આમ, પોલીસે બંને પાસેથી બે મોબાઈલ રોકડ રકમ તેમજ ઓટો રીક્ષા અને ગુનામાં વપરાયેલો ચપ્પુ મળી રૂપિયા 1.68 લાખનો મુદ્દામાલ રિકવર કર્યો હતો.
જોકે, આ પોલીસ પૂછપરછમાં આરોપીએ કબુલ્યું હતુ કે, આરોપીએ પહેલા રીક્ષા ચોરી હતી જે બાદ ચોરી કરેલી રીક્ષા લઈ સાગરીત સાથે મળી તાંતીથૈયા ખાતે લૂંટ ચલાવી હતી અને પ્રીતિકાર કરવા ગયેલા એકને ચપ્પુથી ઇજા પહોંચાડી હતી. પોલીસે મુખ્ય આરોપી મુકેશનો ગુનાહિત ઇતિહાસ તપાસતા તેના વિરુદ્ધ કડોદરા પોલીસ મથકના બે વિદેશી દારૂનાં ગુના સુરત શહેરના સરથાણા, લીંબાયત અને ડીંડોલી પોલીસ મથકના વાહન ચોરી મારમારી તેમજ પલસાણા પોલીસ મથકના લૂંટની ફરિયાદ હોવાનું જણાય આવ્યું હતુ.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500