Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સુરતમાં 21 વર્ષ પહેલા બે યુવતીઓનું ગળું કાપી હત્યા કરનારા બે આરોપીઓ ઓરિસ્સાથી ઝડપાયા

  • May 25, 2023 

ઓરિસ્સાનાં ગંજામ જિલ્લા ખાતે રહેતા બે યુવાનોને બે યુવતી સાથે પ્રેમ થઈ ગયો હતો અને આ બંને પ્રેમિકા લગ્ન માટે દબાણ કરતી હતી. જેને લઇને આ યુવકો લઈને સુરત આવી ગયા હતા અને આ બંને યુવતીઓને સુરતનાં કતારગામ વિસ્તારમાં રોકાયા બાદ તાપી નદી કિનારે લઈ જઈ ગળું કાપી હત્યા કરી લાશ ફેંકી બંને આરોપી પોતાના વતન જતા રહ્યા હતા. જોકે ગુનો બન્યાના 21 વર્ષ સુધી આ બંને આરોપી નાસતા ફરતા હતા. ત્યારે પોલીસે બાતમીના આધારે બંને આરોપીઓને ઓરિસા ખાતેથી ઝડપી પાડી તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી છે. મળતી માહિતી મુજબ, સુરત પોલીસ ગુનાખોરીને ડામવા માટે સતત ગુનામાં સંડોવાયેલા હોય અને છેલ્લા લાંબા સમયથી પોલીસ પકડથી દૂર હોય તેવા આરોપીઓની પકડી પાડવાનું એક અભિયાન શરૂ કર્યું છે.






ત્યારે વર્ષ 2002માં સુરતના કતારગામ વિસ્તારમાં તાપી નદી કિનારેથી બે યુવતીઓની ગળું કાપી હત્યા કરાયેલી લાશ મળી આવી હતી. આ ગુનામાં આરોપીઓ આજદિન સુધી પકડાયેલા ના હતા. જોકે વર્ષ 2002માં હાલ પકડાયેલ આરોપીઓ અને તેમના સાગરીત રંજુ બિસોઈ અને રાનુ નાયક સુરત શહેરમાં તેઓની પ્રેમીકા કે જે ઓરીસ્સા બ્રહ્મપુરમા રહેતી સંતોષી અને નર્મદાને લઈને આવ્યા હતા. આ બંને છોકરીઓ મજકુર પકડાયેલ બંને આરોપીઓની પ્રેમીકા હતી, તેમને લગ્ન કરવા માટે અવારનવાર દબાણ કરતી હતી. જેથી તેઓએ બંને છોકરીઓને હત્યા કરવાના ઈરાદે સુરત શહેરમાં લઈ આવ્યા હતા. જેમને બાદમાં તાપી કિનારે ફરવા જવાના બહાને લઈ જઈ બન્ને છોકરીઓના ગળા કાપી નાંખી હત્યા કરી નાસી ગયા હતા.






બંને મુખ્ય આરોપીઓ આજદિન સુધી પકડાયેલ ન હતા. જોકે બંને આરોપી પોતાના વતનમાં હોવાની વિગત સુરત પોલીસને મળતા સુરત પોલીસની એક ટીમ આરોપીઓને પકડવા તેમના વતન ઓરિસ્સા ખાતે પહોંચી હતી અને બાતમીના આધારે આરોપીઓને ઓરીસ્સા રાજ્યના ગંજામ જિલ્લામાં આવેલ ગામ ચંદનપુર ખાતેથી ઝડપી પડવામાં સફળતા મળી હતી. સંગ્રામ ઉર્ફે સીમા રમેશચંદ્ર શાહુ અને દિલીપ ઉર્ફે ચુબુલા પદમચરણ બિસોઈને ઝડપી પાડી તેમની પૂછપરછ કરતા આરોપીઓએ કરેલો ગુનો કબૂલી લીધો હતો અને પ્રેમિકાઓના ત્રાસથી તેઓને સુરત ખાતે હત્યા કરવા માટે લાવ્યા હોવાની કબુલાત કરતાં પોલીસે તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી હતી અને સુરતમાં 21 વર્ષ પહેલા બનેલી ઘટનામાં આરોપીઓને 21 વર્ષે પકડી પાડી તેમના વિરુદ્ધ કાર્યવાહી કરી છે. પકડાયેલ આરોપી સંગ્રામ વિરુદ્ધ ખુનના ત્રણ ગુના, ધાડનો એક ગુનો, લૂંટનો એક અને ખૂનની કોશિશનો એક ગુનો વતન ખાતે દાખલ થયેલ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application