Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

Arrest : છેલ્લા 9 માસથી નાસતા ફરતા બે આરોપી પોલીસ પકડમાં

  • October 16, 2022 

સુરત એલ.સી.બી. શાખાનાં પોલીસ માણસો ઉમરપાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન પેરોલ ફર્લો સુરત ગ્રામ્યનાં પોલીસ માણસોને નાઓને  સયુક્ત રીતે ખાનગી રાહે ચોક્કસ બાતમી હકીકત મળેલ કે, ઉમરપાડા પોલીસ સ્ટેશનના પ્રોહીબીશનના ગુનામાં નાસતો ફરતા બે આરોપી ચંદ્રસીંગ વસાવા નાનો ઉમરપાડા ત્રણ રસ્તા ખાતે ઉભેલ છે.




તેણે શરીરે કાળા તથા ગ્રે રંગની આખીબાઇની ટીશર્ટ તેમજ ભુરા કલરનું જીન્સ પેન્ટ પેહરેલ છે. તેવી ચોક્ક્સ બાતમીનાં આધારે બાતમી વાળી જગ્યા ઉમરપાડા ત્રણ રસ્તાથી વોન્ટેડ આરોપીને ચંદ્રસિંગ રામસિંગ વસાવાને પકડી પાડવામાં આવ્યો હતો તેમજ ઉમરપાડા પોલીસ મથકનો નવ મહિનાથી નાસતો ફરતો બીજો આરોપી ધારાસિંગ ગિબાભાઈ વસાવા (રહે.સરદા ગામ, નિશાળ ફળિયું, તા.ઉમરપાડા) કેવડી બજાર માંથી ઝડપી લેવામાં આવ્યો હતો બંને આરોપીને ઉમરપાડા પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application