અરબી સમુદ્રમાં નોર્થ ઇસ્ટ દિશામાં ડિપ્રેશન ઉદ્દભવ્યું હોવાથી ગુજરાતનાં હવામાન વિભાગ દ્વારા દરિયા કાંઠાનાં વિસ્તારોમાં 40 થી 50 કિલોમીટરની ઝડપે વાવાઝોડું ફુંકવાની સાથે દરિયામાં ઉંચા મોજા ઉછળે તેવી શકયતાને પગલે તકેદાર રાખવા સૂચન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત સુરત શહેર પોલીસ દ્વારા ડુમ્મસ અને સુવાલી બીચ ઉપર સહેલાણીઓને જવા માટે પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.
અરબી સમુદ્રમાં નોર્થ ઇસ્ટ દિશામાં ઉદ્દભવેલા ડિપ્રેશનનાં કારણે દરિયા કિનારાનાં વિસ્તારોમાં 40 થી 50 કિલોમીટરની ઝડપે પવન ફુંકાવાની સાથે વાવાઝોડું અને દરિયાના ઉંચા મોજા ઉછળવાની શકયતા છે. જેને પગલે સુરત શહેર પોલીસ દ્વારા ડુમ્મસ અને સુવાલી બીચ તા.18થી બંધ કરવામાં આવ્યો છે. દરિયા કિનારે સહેલાણીઓને જવા ઉપર પ્રતિબંધ મુકવાની સાથે માછીમારોને પણ દરિયો નહીં ખેડવા માટે સૂચના કરવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application