સુરત જિલ્લાના બારડોલી તાલુકાનાં મોતા ગામના ગિરનાર ફળિયામાં રહેતા 31 વર્ષીય યુવકે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. યુવક ટી.બી.ની બીમારીથી પીડાતો હોય આ પગલું ભર્યું હોવાનું પોલીસે જણાવ્યુ હતું.
આ અંગે મળતી માહિતી અનુસાર બારડોલી તાલુકાનાં મોતા ગામના ગિરનાર ફળિયામાં રહેતો પ્રકાશ રમેશભાઈ રાઠોડ (ઉ.વ.31) મજૂરી ગામ કરતો હતો. જોકે શુક્રવારે સાંજે 4 વાગ્યાની આસપાસ પ્રકાશે પોતાના ઘરની છત સાથેના એંગલ સાથે નાયલોનની દોરી બાંધી ગળે ફાંસો ખાઈ લીધો હતો.
જયારે ઘટનાની જાણ થતાં જ બારડોલી ગ્રામ્ય પોલીસ સ્થળ પર પહોંચી હતી અને મૃતદેહનો કબ્જો મેળવી પોસ્ટ મોર્ટમની કાર્યવાહી હાથ ધરી હતી. પોસ્ટ મોર્ટમ બાદ મૃતદેહ પરિવારજનોને સોંપ્યો હતો. અને મૃતકનાં ભાઈ વિજય રાઠોડ (રહે.પીપળા ફળિયુ, મોતા ગામ, બારડોલી) નાએ આપેલી ફરિયાદને આધારે પોલીસે અકસ્માત મોતની જાણવાજોગ ફરિયાદ લઈ આગળની તપાસ હાથ ધરી છે.
પોલીસનાં જણાવ્યા મુજબ પ્રકાશ છેલ્લા ઘણા સમયથી ટી.બી.ની બીમારીથી પીડાતો હતો. આ બીમારીથી કંટાળી જઇ તેણે આત્મહત્યા કરી લીધી હોવાનું પરિવારજનોએ પોલીસને જણાવ્યુ હતુ.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500