Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

Suicide : ઘર કંકાસથી કંટાળી પરિણીત પુરુષએ ગળે ફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું, કામરેજ પોલીસે કાર્યવાહી હાથ ધરી

  • July 11, 2023 

કામરેજ તાલુકાનાં ખોલવડ ગામે ઘરમાં ચાલી રહેલા ઘર કંકાસથી કંટાળીને પરિણીત પુરુષે લોખંડની એંગલ સાથે સાડી બાંધી ગળે ફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું હતું. ઘટના અંગે કામરેજ પોલીસે આગળની તજવીજ હાથ ધરી હતી. મળતી માહિતી મુજબ, કામરેજનાં ખોલવડ ગામનાં બાપુનગરની બાજુમાં આવેલા દેવીકૃપા સોસાયટીમાં રઘુભાઈ દાદભાઇના મકાનમાં રહેતા (મુળ. સરગવડા ગામ, તા.ધોળકા, જિ.અમદાવાદ) દેવીપૂજક પરિવારનાં મુકેશભાઇ ત્રીકમભાઇ કવાઠીયા પત્ની દક્ષાબેન સાથે મજુરીકામ કરતા હતા. ગત રાત્રિના સમયે મુકેશ પોતાની પુત્રી મનીષા સાથે ઝઘડો કરી માર મારતો હતો.



જેને લઇને પત્ની દક્ષાબેને રોકી કેમ મારો છો?. તેમ કહેતા મુકેશે ઉશ્કેરાઇ જઇ પત્નીને પણ માર મારીને ઘરમાંથી બહાર ચાલ્યો ગયો હતો અને દશેક વાગે પરત આવી ચૂપચાપ બેસી રહ્યો હતો. તે દરમિયાન દક્ષાબેન બાળકો સાથે ઘરમાં સુઇ ગઇ હતી. ઘરમાં થયેલા ઝઘડાથી મુકેશને માઠું લાગી આવતા રાત્રી દરમિયાન મુકેશે ઘરના રસોડાની એંગલ સાથે સાડી બાંધી સાડીનાં બીજા છેડાથી ગળે ફાંસો ખાઇ લીધો હતો. ઘટનાની જાણ કામરેજ પોલીસને થતાં સ્થળ પર પહોંચી દક્ષાબેન મુકેશભાઇ કાવીઠીયાની ફરિયાદ લઇ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application