Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

તાંતીથૈયાનાં બસ સ્ટેન્ડ પાસેથી ચોરી કરેલ મોટરસાઈકલ સાથે ત્રણ યુવકો ઝડપાયા

  • September 30, 2022 

સુરત જિલ્લાનાં પલસાણા પોલીસ મથકનાં પોલીસ કોન્સ્ટેબલ નાઓને મળેલ અંગત બાતમીનાં આધારે કડોદરા પોલીસ મથક વિસ્તારમાં આવેલ તાંતીથૈયાનાં બસ સ્ટેન્ડ પરથી ડિસ્કવર મોટરસાઇકલ નંબર GJ/05/HB/4868 સાથે ત્રણ શંકાસ્પદ યુવકો વિકાસ લાલમની ગુપ્તા (હાલ રહે.જોળવા ધર્મભક્તિ રેસિડેન્સી, પલસાણા)  તેમજ રામબાબુ ઉર્ફે ડાબલા રામલખન રાજપૂત (રહે.જોળવા પાટિયા પાસે શૈલેષભાઇની રૂમમાં, પલસાણા) અને અનિલભાઈ ભગીરથ યાદવ (રહે.જોળવા ધર્મનદન સોસાયટી, પલસાણા)નાઓને ઝડપી પાડી તપાસ કરતા તેઓએ આ મોટરસાઇકલ પલસાણા પોલીસ મથક વિસ્તાર માંથી ચોરી હોવાનું કબુલ્યું હતુ. આમ પોલીસે તપાસ કરતા ત્રણેય આરોપી વાહન ચોરીનાં રીઢા ગુનેગાર હોવાનું બહાર આવ્યું હતુ પોલીસે મોટરસાઇકલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી હતી.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application