Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

Arrest : ચપ્પુનાં ઘા ઝીંકી રોકડ રૂપિયાની લૂંટ કરી ફરાર થનાર ત્રણ ઈસમો ઝડપાયા

  • September 16, 2023 

સુરતનાં પાલનપુર જકાતનાકા સ્થિત નંદનવન સોસાયટી નજીક મોડી રાતે બાઇક સવાર ટોબેકો વેપારીને ફિલ્મી સ્ટાઇલમાં આંતરી ચપ્પુના ઘા ઝીંકી રોકડા રૂપિયા 8 લાખની લૂંટની ઘટનામાં ટીપ આપનાર વેપારીના જૂના કારીગર સહિત ત્રણને ક્રાઇમ બ્રાંચે ઝડપી પાડી રોકડ અને મોપેડ મળી કુલ રૂપિયા 3.55 લાખનો મુદ્દામાલ કબ્જે લીધો છે. જયારે પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે, મોજશોખ માટે લૂંટની ઘટનાને અંજામ આપ્યાની કબૂલાત કરી છે.



સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, રાંદેર રોડ પાલનપુર પાટીયા સ્થિત મંગલમૂર્તિ શોપીંગ સેન્ટરમાં શંકર ટ્રેડર્સ નામે હોલસેલમાં ટોબેકોનો વેપાર કરતા રવિ ઉર્ફે કૈલાશ કનૈયાલાલ અમરનાણી (ઉ.વ.31)નાને ગત મંગળવારે મોડી રાતે પાલનપુર જકાતનાકા સ્થિત નંદનવન સોસાયટી નજીક રાધિકા સ્ટુડીયો પાસે ફિલ્મી સ્ટાઇલમાં આંતરી ચપ્પુના ઘા ઝીંકી રોકડા રૂપિયા 8 લાખની મત્તા લૂંટી મોપેડ સવાર ત્રણ લૂંટારૂ ફરાર થઇ ગયા હતા.



આ ઘટનામાં ક્રાઇમ બ્રાંચના પી.એસ.આઇ. અને તેમની ટીમે બાતમીના આધારે અમુલ પંડિત મોહિતે (ઉ.વ.22., રહે.મોરારજી વસાહત, ઉધના રોડ નં.9 અને મૂળ.લહાન, પ્રકાશા, જી.નંદુરબાર, મહારાષ્ટ્ર), સચિન લક્ષ્મણ ઉર્ફે શક્તિ તેલગુ (ઉ.વ.26.,રહે.હરિનગર-1, ઉધના અને મૂળ. રાયચુર, કર્ણાટક) અને રીન્કુ બ્રહ્મપ્રસાદ વર્મા (ઉ.વ.20., રહે.ગુરૂનગર,ઉધના) નાને ઝડપી પાડી તેમની પાસેથી રોકડા રૂપિયા 2.75 લાખ અને બર્ગમેન મોપેડ નંબર GJ/05/LV8544 મળી કુલ રૂપિયા 3.55 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application