સુરત જિલ્લાના ઉમરપાડા વિસ્તારમાં બે દિવસ અગાઉ રાત્રી દરમિયાન નોકરીએ જતા બે GRD સગા ભાઈઓને રાત્રી દરમિયાન મોટરસાયકલ પર આવેલા ઈસમો ચપ્પુ મારવાની ઘટનામાં ત્રીજા દિવસે પોલીસે ગુનેગારોને ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી હતી. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, ઉમરપાડાનાં સેવલાણ ગામે ત્રણ રસ્તા પર બુધવારે મોડી રાતે ફરજ પર જઈ રહેલા GRDમાં ફરજ બજાવતા બે સગા ભાઈઓ દિલીપભાઈ અને હિંમતભાઈને એફ ઝેડ મોટરસાયકલ પર આવેલા બે અજાણ્યા શખ્સો ચપ્પુ વડે હુમલો કરી ભાગી છૂટવાની ઘટનાએ ચકચાર મચાવી દીધી હતી. જોકે, જવાન ઉપર હુમલો કરનાર અજાણ્યા આરોપીઓને સત્વરે ઝડપી પાડવા જરૂરી દીશા સુચન અને માર્ગદર્શન આપી ચોક્કસ દિશામાં વર્ક આઉટ કરી આરોપીને શોધી કાઢવા માટે પેટ્રોલીંગમા હતા.
તે દરમિયાન ખાનગી બાતમીનાં આધારે ઉમરપાડામાં બે સગા ભાઈઓ GRD જવાન પર ચપ્પુ વડે કરવામાં આવેલા હુમલાના ગુનામા સંડોવાયેલ આરોપીઓ અશોકભાઈ છનાભાઈ વસાવા, (ઉ.વ.20, રહે.ઈન્દલાવીગામ, નિશાળ ફળીયુ, તા.ડેડીયાપાડા), સુનીલ ઉર્ફે વિલાસ રામુભાઈ વસાવા (ઉ.વ.26, રહે.ઈન્દલાવીગામ, નિશાળ ફળીયુ, તા.ડેડીયાપાડા) અને દિપક ઉર્ફે દીપો જયસિંગ વસાવા (ઉ.વ.28, રહે.ઈન્દલાવીગામ, નિશાળ ફળીયુ, તા.ડેડીયાપાડા) નાને યામાહા કંપનીની એફ.ઝેડ મોટર સાઈકલ નંબર GJ/16/BE/5067 તથા ગુનામા ઉપયોગ કરેલ ચપ્પુ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500