Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

રીક્ષા માંથી વિદેશી દારૂનાં મુદ્દામાલ સાથે ત્રણ લોકોની અટકાયત કરાઈ

  • July 19, 2022 

પલસાણાનાં  હલધરુંથી જોળવામાં આંતરિક રસ્તા પર એક રીક્ષા માંથી પોલીસે દારૂનાં જથ્થા સાથે ત્રણ લોકોની અટકાયત કરી હતી.  સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, પોલીસ પોલીસ સ્ટાફનાં માણસોને ખાનગી રાહે બાતમી મળી હતી કે, હલધરુંથી જોળવામાં આંતરિક રસ્તા પર રીક્ષામાં દારૂ લઈ જવાય રહ્યો છે.




જે બાતમીનાં આધારે પલસાણા પોલીસની એક ટીમે દસ્તાન ગામેની હદની સોસાયટીમાંથી શંકાસ્પદ રીક્ષાને થોભાવી તપાસ કરતા રીક્ષા માંથી વિવિધ બ્રાંડની કુલ 284 નંગ બોટલો મળી આવી હતી. જોકે પોલીસે રીક્ષા ચાલક તેમજ વિદેશી દારૂ સાથે રીક્ષા પાછળ બેઠેલા એક ઈસમ તેમજ દારૂ ભરેલા રીક્ષાનું પાયલોટિંગ કરનાર મળી કુલ 3 ઈસમની અટકાયત કરી હતી.



આમ, પોલીસે 28 હજારની કિંમતનો દારૂ 1 લાખની કિંમતની રીક્ષા અને 40 હજારની કિંમતની એક્ટિવા મળી કુલ રૂપિયા 1,68,400/-નો મુદ્દામાલ કબ્જે લઈ અરવિંદ શાહ, દિનેશભાઇ પાલ, અને સત્યેન્દ્ર શાહની અટકાયત કરી હતી એકને વોન્ટેડ જાહેર કર્યો હતો.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application