Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

મોબાઈલની ચોરીનાં કેસમાં રિક્ષા ડ્રાઈવર સહીત ત્રણ ઈસમો પોલીસ પકડમાં

  • April 13, 2023 

સુરત શહેરમાં રિક્ષામાં ચોરીના કેસમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે પાંડસેરામાં રિક્ષામાં મોબાઈલની ચોરીના કેસના 3 આરોપીઓને ઝડપી પાડવામાં પોલીસને સફળતા મળી છે. રિક્ષા ડ્રાઈવર જ બે ઈસમો સાથે મળી મુસાફરનાં મોબાઈલની ચોરી કરાવતો હોવાનો ખુલાસો થયો છે. હાલ તો એક પોલીસ સ્ટેશનનનો ગુનો ઉકેલાયો છે અને વધુ પૂથપરછમાં વધુ ગુના ઉકેલાય તેવી શક્યતાઓ રહેલી છે. મળતી માહિતી પ્રમાણે ગત 9 એપ્રિલના રોજ ભેસ્તાનમાં રહેતો 19 વર્ષીય હીરાકુમાર રાજભર નામનો યુવક પાંડેસરા ખાતે નોકરી પર જઈ રહ્યો હતો. અને બે મહિના પહેલા જ 10 હજાર રૂપિયાનો લીધેલો નવો ફોન ખીસ્સામાં મૂકી ભેસ્તાનથી પાંડેસરા જવા રિક્ષામાં બેસ્યો હતો.






જોકે રિક્ષામાં બેસ્યો ત્યારે પાછળ બે ઈસમો બેસેલા હતા. જે પૈકી એક ઈસમે કહ્યું હતું કે, મારે આગળ નજીકમાં ઉતરવું છે જેથી તમે વચ્ચે બેસી જાવ. ત્યારબાદ હીરાકુમાર રિક્ષામાં પાછળ બંને ઈસમો વચ્ચે બેસી ગયો હતો. જોકે, થોડીવારે વ્યવસ્થીત બેસવાના નામે આગળ પાછળ બેસાડ્યો હતો. ત્યારબાદ પાંડેસરા ખાતે પહોંચતા રિક્ષામાંથી ઉતરી ગયો હતો. તેમજ રિક્ષામાંથી ઉતર્યા બાદ થોડે આગળ જતાં જ ખીસ્સામાં મોબાઈલ ફોન ન હોવાની જાણ થતા રિક્ષા પાછળ દોડી રિક્ષા ડ્રાઈવરને બૂમ પાડી હતી. જોકે, રિક્ષા ડ્રાઈવરે પાછળ જોઈને રિક્ષા ભગાવી મૂકી હતી. જેથી શેઠ અને ભાઈએ ફરિયાદ નોંધાવવાનું કહેતા ફરિયાદ નોંધાવી હતી. આમ પોલીસે ફરિયાદનાં તપાસ હાથ ધરતા રિક્ષામાં મુસાફરની નજર ચૂકવી ચોરી કરતા 3 ઈસમો અંગેની બાતમી મળી હતી. જેથી પોલીસે બાતમી આધારે પાંડેસરામાંથી જ રિક્ષા ડ્રાઈવર વસંતલાલ પટેલ, ક્રિષ્ના યાદવ અને ટીંકુકુમાર ભુમિહારેની રિક્ષા અને મોબાઈલ ફોન સાથે ધરપકડ કરી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application