Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

કારમાંથી વિદેશી દારૂનાં જથ્થા સાથે ત્રણ ઝડપાતા કાર્યવાહી હાથ ધરાઈ

  • August 20, 2023 

સુરત જિલ્લાનાં બારડોલી સચિન વાળા રોડ પર પલસાણાનાં ઓવર બ્રિજ ચઢતા પોલીસની ટીમે બારડોલી તરફથી આવતી કાર નંબર GJ/05/JR/5693ને અટકાવી તપાસ કરાતા કાર માંથી ડેસ્ક બોર્ડ નીચે તેમજ પાછળની સીટ નીચે અને પાછળ પતરા વડે ચોરખાનું બનાવી કુલ 336 બોટલો મળી હતી જોકે પોલીસે ડ્રાઇવરની પૂછપરછ કરતા પોતાનું નામ, ઋષિકેશ બાબુરાવ પાટીલ (રહે.પંચદેવ સોસાયટી, કરડવા ગામ, ડીંડોલી)હોવાનું જણાવી કબૂલ કરી હતી કે તેઓ પકડાયેલા અન્ય બે ઈસમો ભરતભાઇ બાગુલ અને અવિનાશ સોનવણે સાથે મળી મહારાષ્ટ્રના નંદુરબાર ખાતેના નિજામપુર ખાતેના સાઈ બિયરબારમાંથી દારૂની ખરીદી કરી સુરત વેચાણ કરતા હતા. જયારે પોતાની સાથે આવેલા બંને ઇસમને તેઓ એક ટ્રીપનાં રૂપિયા 1000 ચુકવતા હતા. આમ, પોલીસે 51,160/-નો દારૂ તેમજ કાર અને રોકડ મોબાઈલ મળી કુલ રૂપિયા 2,72,160/-નો મુદ્દામાલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application