સુરતનાં પલસાણા તાલુકાનાં જોળવા ગામનાં એક ફ્લેટ માંથી અફીણનાં રસ સાથે 3ની ધરપકડ કરવામાં આવી હતી, જોકે આ ગુનામાં 7.55 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કરી એકને વોન્ટેડ જાહેર કર્યો હતો. મળતી માહિતી અનુસાર, એસ.ઓ.જી માણસોએ ટીમો પાડી ચોક્કસ દિશામાં વર્ક આઉટ કરતા હતા જે દરમિયાન ખાનગી રાહે બાતમી મળી હતી કે, પલસાણાનાં જોળવા ગામની સીમમાં આવેલ જોળવા રેસીડેન્સી મકાન નંબર-333માં રેડ કરી માદક પ્રદાર્થ અફીણનાં રસનો 0.292 ગ્રામ જથ્થો ઝડપી લેવામાં આવ્યો હતો.
આમ, પોલીસે ગુનામાં મકાનમાં રહેતા સુરેશકુમાર સાવલારામ બીશ્નોઈ (મૂળ રહે.રાજસ્થાન) તેમજ અફીણ રાજસ્થાનની લાવનાર મહેન્દ્રકુમાર ઠાકરારામ બાગવડા (મૂળ રહે.રાજસ્થાન) અને રવી હેમારામ ભાદુ (મુળ રહે.રાજસ્થાન) નાઓની ધરપકડ કરી હતી. જોકે પોલીસની પ્રાથમિક પૂછપરછમાં જણાવ્યું હતુ કે, જોળવા રેસિડેન્સીમાં કિરાણાની દુકાન ધરાવરો સુરેશકુમાર પહેલા પલસાણા યુનિટમાં હોમગાર્ડ તરીકે ફરજ બજાવતો હતો.
જેને અફીણનો જથ્થો વેચાણ માટે જોઈતો હોવાથી તેને અઠવાડિયા અગાઉ રાજસ્થાન ખાતેના આ મહેન્દ્ર અને રવિ પાસેથી મંગાવ્યો હતો. આ બંને પોતાની ક્રિએટા ગાડી લઈ રાજસ્થાનનાં લાડુરામ ગંગારામ બાંગડવા પાસેથી લઈ સુરેશને આપવા માટે અઠવાડિયા અગાઉ જ અહીં આવ્યા હતા અને પોલીસે ઝડપી પાડયા હતા. બનાવ અંગે પોલીસે તમામ વિરુદ્ધ નારકોટિક્સ એકટ હેઠળ ગુનો નોંધી રાજસ્થાનનાં લાડુરામ બીશ્નોઈને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500