Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

Police Raid : ઝાડી ઝાંખરમાં સંતાડી રાખેલ વિદેશી દારૂની 412 બોટલ સાથે ત્રણ ઇસમો ઝડપાયા, બે વોન્ટેડ

  • August 26, 2022 

સુરતનાં પલસાણા તાલુકાનાં સેઢાવ ગામે રસ્તાની બાજુમાં ઝાડી ઝાંખરમાં સંતાડીને રાખેલ વિદેશી દારૂની 412 બોટલ સાથે ત્રણ ઇસમોને ઝડપી પાડી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, કડોદરા જી.આઈ.ડી.સી. પોલીસ સ્ટાફના માણસો ગતરોજ પેટ્રોલીગમાં હતા.




તે દરમિયાન મળેલ ખાનગી બાતમીનાં આધારે પોલીસની ટીમે પલસાણા તાલુકાના સેઢાવ ગામે મહાદેવ રેસિડેન્સીની આગળથી બુલેટ ટ્રેન પ્રોજેક્ટ તરફના રસ્તા પર ઝાડી ઝાંખરમાં અવાવરું જગ્યાએ રેડ કરી ત્યાં હાજર મિતેષ ઉર્ફે ચામર ભીખુભાઇ પટેલ, મિતેષ ઉર્ફે મારી રમેશભાઈ રાઠોડ અને રાહુલ ઉર્ફે જ્હોન જીતુભાઇ પટેલ (ત્રણેય રહે.ગોદાડરા આસપાસ, સુરત) નાઓને ઝડપી પાડવામાં આવ્યા હતા.




જોકે તેમની પાસેથી વિવિધ બ્રાંડની 412 વિદેશી દારૂની બોટલો મળી આવી આવતા પોલીસે સુઝુકી મોપેડ બાઈક GJ/05/SQ/8838 મળી કુલ રૂપિયા 1.12 લાખનો મુદ્દામાલ કબ્જે લીધો હતો. આમ પોલીસે આ ગુના સંદર્ભે બગુમરાનાં સત્યનારાયણ ઉર્ફે મનીષ મારવાડીને તેમજ ગોદાડરાના ચંદ્રકાન્તને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application