Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

Bardoli : પાર્ક કરેલ કારમાં આગ લાગતાં અફરાતફરીનો માહોલ, સદ્દનસીબે જાનહાની ટળી

  • November 16, 2022 

બારડોલીનાં ધુલિયા ચાર રસ્તા નજીક પાર્ક કરેલી કારમાં આગળનાં ભાગે અચાનક આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જોકે ફાયર વિભાગની ટીમે સ્થળ પર પહોંચી અને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો  હતો અને આગના કારણે ગાડીમાં ભારે નુકશાની થવા પામી હતી. બનાવની વિગત એવી છે કે, બારડોલીનાં ધુલિયા ચાર રસ્તા ખાતે આવેલા પરિશ્રમ પાર્કમાં શિવ એગ્રો નામની દુકાન ચલાવતા શિવ કિરીટ પટેલ કે જેઓએ સવારનાં સમયે દુકાન નજીક પોતાની કિયા કાર પાર્ક કરી હતી. તે સમયે કારનાં આગળનાં એટલે કે એન્જિનનાં ભાગે અચાનક આગ ભભૂકી ઉઠી હતી અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જોકે આગની ઘટનાનાં પગલે ફાયર વિભાગની ટીમ સ્થળ પર પહોંચી હતી અને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો. જોકે સદ્દનસીબે આગની ઘટનામાં કોઈ જાનહાની થવા પામી નથી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application