Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ધોળે દિવસે બંધ મકાનમાંથી રૂપિયા 1.90 લાખની ચોરી, પોલીસ તપાસ શરૂ

  • June 24, 2022 

સુરતના કતારગામ વાળીનાથ ચોક વિસ્તારમાં ધોળે દિવસે નોકરીયાત દંપત્તિના બંધ ઘરમાંથી ચોરી કરી હતી. જોકે તસ્કરે લોક તોડી રૂપિયા 1.90 લાખના સોના-ચાંદીના દાગીના ચોરી ફરાર થઈ જતા પોલીસે સીસીટીવી ફૂટેજનાં આધારે તપાસ શરૂ કરી હતી.



પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, મૂળ પાટણનાં સમીના વતંકુકરાણા ગામના વતની અને સુરતમાં કતારગામ વાળીનાથ ચોક વિહાર કો.ઓ હાઉસીંગ વિભાગ 2 રાધે કોમ્પલેક્ષ ફલેટ નં.102 (ઉ.વ.37) મનીષકુમાર રણછોડભાઇ પટેલ અડાજણ જુના પોલીસ સ્ટેશન નજીક વિજયાલક્ષ્મી વિલ્સ પટેલ ડેન્ટલ ડેપોમાં માર્કેટીંગ મેનેજર તરીકે નોકરી કરે છે.




જયારે તેમના પત્ની સોનલબેન પણ અડાજણમાં એન્ડો મેડા સેલ્સ ફાયનાન્સમાં નોકરી કરે છે. જયારે ગત મંગળવારે સવારે સાત વાગ્યે પુત્ર હેતને એલ.પી.સવાણી રિવેરા સર્કલ સ્થિત સ્કૂલે મૂકી પરત ફર્યા બાદ પતિ-પત્ની સવારે 9 વાગ્યે નોકરીએ જવા નીકળી ગયા હતા. ત્યારબાદ સાંજે સાત વાગ્યે દંપત્તિ ઘરે પરત ફર્યું ત્યારે મુખ્ય દરવાજાનું લોક તૂટેલું હતું અને લોકર રૂમમાં મુકેલી તિજોરી તોડી તેમાંથી રૂપિયા 1.60 લાખની સોનાનાં દાગીનાં અને રૂપિયા 30 હજારની ચાંદીનાં દાગીના મળી કુલ રૂપિયા 1.90 લાખની મત્તાની ચોરી થયાની જાણ થઈ હતી.




જોકે મનીષકુમારે ઘરની બાજુમાં આવેલા બ્રાન્ડ બજારનાં ગોડાઉનનાં સીસીટીવી ફૂટેજ ચકાસ્યા તો સાંજે 6.15 વાગ્યે વ્હાઇટ પેન્ટ-શર્ટ પહેરેલો 50 થી 55 વર્ષનો પ્રૌઢ મુખ્ય દરવાજાનું લોક તોડી ચોરી કરી જતો નજરે ચઢ્યો હતો. બનાવ અંગે મનીષકુમારે ગતરોજ કતારગામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application