સુરતની સાઈબર ક્રાઇમ પોલીસને ફરિયાદ મળી હતી કે, એક અજાણ્યા ઇસમે નવેમ્બર 2021થી યુવતીનાં નામથી ઇન્સ્ટાગ્રામ પર ફેક એકાઉન્ટ બનાવ્યા હતા. આરોપીએ પટેલ શીતલ અને સેજલ ગામીત નામના ફેક એકાઉન્ટમાંથી યુવતીના ઇન્સ્ટાગ્રામ ID પર મેસેજ કર્યો હતો અને જણાવ્યું હતું કે, હું તને જેમ કહું તેમ તારે કરવું પડશે અને જો તું આ રીતે નહીં કરે તો હું બીજા ફોટોગ્રાફ્સને બીભત્સ રીતે મોર્ફ કરીને સોશિયલ મીડિયામાં વાઈરલ કરી આપીશ. જેથી યુવતીએ સમગ્ર મામલે પોલીસને ફરિયાદ આપતા સુરત સાયબર ક્રાઈમ પોલીસે તપાસ કરી હતી.
જયારે પોલીસનાં ટેક્નિકલ સર્વેલેન્સનાં આધારે તથા બાતમીનાં આધારે પોલીસે જગદીશ પ્રકાશ મકવાણા નામના ઇસમની ધરપકડ કરી હતી. આ ઈસમ બોટાદ તાલુકાનાં ખાંભડા ગામમાં રહે છે અને તેની ઉંમર 20 વર્ષની છે. જોકે આરોપી સામે અગાઉ પણ પોલીસ સ્ટેશનમાં પણ ગુના દાખલ થયા છે. તેમજ ભૂતકાળમાં પણ યુવતીઓને બ્લેકમેલ કરીને તેમને બદનામ કરવા માટેનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application