Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

આર્થિક તંગીના કારણે યુવકે ગળે ફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું

  • July 11, 2021 

સુરત શહેરના ગોડાદરામાં રાતે યુવકે ગળે ફાંસો ખાઇ લીધો હતો. લોનના હપ્તા નહી ભરાતા અને ભાડે આપેલા ટેમ્પોના પૈસાન નહી આવતા ટેન્શનમાં આ પગલું ભર્યું હતું.

 

 

 

 

 

સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, ગોડાદરામાં પટેલનગર સોસાયટીમાં રહેતો 23 વર્ષીય હરીશંકર રૃગુનાથ તિવારીએ રાતે ઘરમાં છતના હુક સાથે ગમછો બાંધી ગળે ફાંસો ખાઇ આત્મહત્યા કરી હતી. તેના પરિચિત વ્યકિત કહ્યુ કે, હરીશંકર મુળ ઉતરપ્રદેશના ગોંડાના વતની હતો. તે માર્કેટમાં મજુરી કામ કરતો હતો. તેનું કામ પણ બરાબર ચાલતું ન હતું. જેથી તેને લોન પર લીધેલી બાઇક અને ટેમ્પોના નિયમિત હપ્તા ભરાતા ન હતા. આ ઉપરાંત તેને એક વ્યકિતને ટેમ્પો ભાડે ફેરવવા આપ્યો હતો. તે વ્યક્તિ પણ લેણી રકમ પરત આપતો નહોતો. અને ટેમ્પો પરત આપી ગયો હતો. આ બધા  ટેન્શનમાં તેને આ પગલું ભર્યાની શક્યતા છે. તેની સ્યુસાઇડ નોટમાં પૈસાની તકલીફ પડતી હોવાનો ઉલ્લેખ કરાયો છે. બનાવ અંગે ગોડાદરા પોલીસે વધુ તપાસ હાથ ઘરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application