સુરતનાં બારડોલી તાલુકાનાં ગોજી ગામે રહેતી 18 વર્ષીય યુવતીએ ઝેરી દવા પી લેતા તેનું સારવાર દરમિયાન મોત નીપજયું હતું. જોકે આ યુવતીએ કયા કારણોસર આ પગલું ભર્યું તે અંગે હજુ સુધી જાણી શકાયું નથી. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, બારડોલી તાલુકાનાં ગોજી ગામે ટેકરા ફળિયામાં રહેતા દીપકભાઈ રાઠોડની 18 વર્ષીય દીકરી હેતલબેને ગત તા.9 જૂનના રોજ 9 વાગ્યાના સુમારે કોઇ અગમ્ય કારણસર કોઇ ઝેરી દવા પી લીધી હતી.
જોકે, યુવતીને સારવાર માટે બારડોલી સરદાર હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. જ્યાંથી વધુ સારવાર માટે સુરત સ્મિમેર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. જ્યાં ફરજ ઉપર હાજર તબીબે તેને જોઇ તપાસી મૃત જાહેર કરી હતી. બનાવ અંગે બારડોલી પોલીસને જાણ થતાં તેમણે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application