બારડોલી નગરમાં પોતાના માતા-પિતા સાથે રહેતી 17 વર્ષીય સગીરાનું 5 દિવસ પહેલા તા.26 મી એ લગ્નની લાલચ આપી સગીરાને યુવક ભગાડી ગયો હતો. જોકે સગીરાનાં માતાએ બારડોલી પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસે ગુનો દાખલ કર્યો હતો જેથી પોલીસે તપાસ હાથ ધરી નાસી છૂટેલા આરોપીને નંદુરબારથી ઝડપી પાડ્યો હતો.
બનાવની વિગત એવી છે કે, મહારાષ્ટ્રનાં નંદુરબાર તાલુકાનાં રજાળે ગામમાં રહી ખેતીકામ કરતા યુવક યોગેશ હિલાલભાઈ પાટીલને ગત બે વર્ષથી બારડોલીમાં રહેતી મહારાષ્ટ્રીયન પરિવારની એક સગીરા સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો અને તેઓ અવાર-નવાર મળતા આવ્યા હતા.
તે દરમિયાન એકબીજાનો વિરહ સહન ન થતા પ્રેમી યુવક યોગેશ પાટીલ દ્વારા પાંચ દિવસ પહેલા તારીખ ગત તા.26 જુલાઇનાં રોજ માત્ર 17 વર્ષની ઉંમર ધરાવતી તેની સગીર વયની પ્રેમિકાનુ માતા-પિતાના વાલીપણામાંથી લગ્ન કરવાની લાલચ આપી ભગાડી ગયો હતો.
આમ, સગીરાની માતાએ બારડોલી પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી હતી. કાયદાની બીકે બંને પ્રેમ પંખીડા નંદુરબાર પોલીસ મથકે હાજર થયા હતા.
જ્યાં પોલીસે હકીકત જાણતા બારડોલી પોલીસ મથકે જાણ કરી પોલીસ મથક દ્વારા નોંધાયેલા ગુના અન્વયે ભાગેડુ પ્રેમ પંખીડાઓનો નંદુરબારથી કબ્જો મેળવ્યો હતો અને સગીરાની તબીબી તપાસ બાદ પ્રેમી યુવક વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો. સગીરાનો કબજો તેના પિતાને સોંપી પ્રેમી યુવક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી હોવાનું જાણવા મળ્યું હતું.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500