સુરતનાં પલસાણા તાલુકાનાં જોળવા ખાતે યુવકે અગમ્ય કારણોસર આત્મહત્યા કરી જીવન ટૂંકાવ્યું હતું. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, જોળવા ખાતે આવેલ સાંઇ દીપ સોસાયટીમાં રહેતો અને મૂળ ઉતરપ્રદેશનો 48 વર્ષીય અજય દેવચંદ રાવ મકાન નંબર-482માં પોતાના ઘરે બેડરૂમમાં દુપટ્ટા વડે કોઇ અગમ્ય કારણસર પોતાની જાતેથી ગળે ફાંસો ખાઇ જીવનને ટૂંકાવ્યું હતું.
જ્યારે આ વાતની જાણ તેના પુત્ર ક્રિષ્નાને થતા તેના પગ તળે જમીન સરકી ગઈ હતી અને તેને તાત્કાલિક ઘટનાની જાણ આસપાસનાં પડોશીઓને કરતા આસપાસનાં લોકો દોડી આવ્યા હતા અને લોકોએ સ્થાનિક પોલીસને જાણ કરી હતી જેને પગલે પલસાણા પોલીસ ઘટના સ્થળે પહોંચીને મૃતદેહનો કબ્જો મેળવી PM અર્થે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application