પલસાણા તાલુકાનાં તાંતીથૈયાની વી.કે. પાર્કમાં રહેતા પરપ્રાંતિય નવયુવાને અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. મળતી માહિતી મુજબ, પલસાણાનાં તાંતીથૈયા ગામે આવેલ વી.કે. પાર્ક મકાન નંબર-390માં રહેતા 25 વર્ષીય સદાબહાર બળખુભાઇ નટ (રહે.કુઆ તાલુકો રાયપર જી.રીવા એમ.પી) અને તેમની પત્ની પોતાના ઘરમાં હતા.
જોકે સદાબહારે કોઇ અગમ્ય કારણો સર રૂમની સીલીંગમાં લગાવેલ પંખા સાથે ચાદર તથા રૂમાલ બાંધી પોતે ગળે ફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું હતું. બનાવની જાણ મરણ જનારનાં કાકા રામકરણ છોટેલાલ નટે કડોદરા પોલીસને કરતા પોલીસે ઘટના અંગે અકસ્માતમાં મોતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application