પલસાણા ખાતેનાં પરવેઝ પાર્કમાં છેલ્લા કેટલાક સમયથી બીમાર અને બેરોજગાર યુવકે એકાએક ગળાનાં ભાગે બ્લેડ મારી જીવન ટૂંકાવી લેતા પંથકમાં ચકચાર મચી જવા પામી હતી. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, મૂળ ઉત્તરપ્રદેશનાં ફતેહપુર જિલ્લાનાં અને દતોલીનાં અને હાલ પલસાણા ખાતેના પરવેઝ પાર્કમાં દેવેન્દ્રસિંગની બિલ્ડિંગ નંબર-7ની રૂમમાં પોતાના સંબંધીઓ સાથે રહેતો સંજય બચ્ચું પાટીલ (ઉ.વ.22) છેલ્લા કેટલાક સમયથી બીમાર રહેતો અને છૂટક મજુરી કરતો હતો.
પરંતુ છેલ્લા કેટલાક સમયથી બીમારી અને બેરોજગારીનાં કારણે સંજય ડિપ્રેશનમાં રહેતો હતો જેથી ગતરોજ વહેલી સવારે ઉઠી નજીકની દુકાને જઈ બ્લેડ લઈ આવ્યો અને બિલ્ડિંગની બાજુમાં આવેલ ખુલ્લી જગ્યામાં 7 વાગ્યાનાં અરસામાં સંજય પોતાની જાતે જ ગળાનાં ભાગે બ્લેડ મારી હતી બ્લેડ મારવાથી લોહીની પિચકારી ઉડતા સંજય ત્યાં તફડવા લાગતા આસપાસનાં લોકો દોડી આવી.
સંજયને સારવાર અર્થે નજીકના હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં રસ્તામાં જ યુવકનું મોત નીપજ્યું હતું. ઘટના અંગે પ્રમોદકુમાર પ્રજાપતિએ પલસાણા પોલીસ મથકમાં ફરિયાદ આપી હતી. જોકે છેલ્લા કેટલાક સમયથી બેરોજગાર અને બીમાર રહેવાના કારણે યુવાને આવું આક્રમક પગલું ભર્યું હોવાનું બહાર આવ્યું હતું.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500