સુરતનાં કોસંબા ખાતેની યુવતીનાં લગ્ન દસ વર્ષ અગાઉ સુરત શહેરનાં તેમના સમાજનાં એક યુવક સાથે રીતરિવાજ મુજબ થયા હતા. જોકે લગ્ન બાદ સંયુક્ત કુટુંબમાં રહેતા દંપતિ વચ્ચે સામાન્ય ઝઘડો થતાં પતિ અને સાસર દ્વારા સાસુ સસરા દ્વારા પરિણીતાને માનસિક અને શારીરિક ત્રાસ અપાતા આટલું ઓછું તેમ થોડા દિવસ અગાઉ પતિએ પત્નીને કાનમાં તમાચો મારતા પત્નીને કાનમાં કાણું પડી ગયું હતુ. જેથી પતિના ત્રાસથી કાંટાળેલી પત્નીએ સાસરીયા તમામ સભ્યો વિરુદ્ધ પોલીસ મથકમાં ફરિયાદ આપી હતી.
મળતી માહિતી મુજબ, માંગરોળ તાલુકાનાં જુના કોસંબા ખાતે કુવરદા બ્રિજ પાસે મુસ્લિમ સોસાયટીનાં મકાન નંબર-29માં રહેતા અબ્દુલ કરીમ અબુજીની દીકરી મહેમુદાના લગ્ન દસ વર્ષ અગાઉ તા.9/5/2010ના રોજ સુરત ખાતે ભાગળ વિસ્તારમાં રહેતા ઇમરાન હારુન ખાન પઠાણ સાથે થયા હતા. જોકે લગ્નબાદ સંયુક્ત કુટુંબમાં રહેતા દંપતિ વચ્ચે સામાન્ય બાબતમાં ઝઘડો થતો હતો લગ્નજીવન દરમિયાન તેઓને ત્રણ સંતાન હતા.
જયારે પતિ ઇમરાન પઠાણ રીક્ષા ચલાવતો હતો તેમ જ પરણીતા મહેમુદા મદ્રેસામાં ભણાવતી હતી લગ્ન જીવનમાં અવારનવાર ઇમરાન પત્નીને સામાન્ય બાબતે પણ મારમારતો હતો અને ઘર ખર્ચના રૂપિયાના આપતો ન હતો તેમજ રિક્ષા ના હપ્તા માટે પણ પત્ની તેમજ સાસરિયાને હેરાન પરેશાન કરતો હતો તેમજ સાસુ સસરા પણ મમહેમુદા સાથે ઓરમાયુ વર્તન કરી પોતાના પિતાના ઘરેથી પૈસા લાવવા માટે દબાણ કરતા હતા.
જોકે થોડા મહિના અગાઉ પતિ ઈમરાન પઠાણ સૂતો હતો ત્યારે પત્નીએ ઘર ખર્ચના રૂપિયા માંગતા ઇમરાને પત્નીને પેટમાં લાત મારી ડાબા કાનમાં તમાચો માર્યો હતો જેથી પત્ની રિસાઈ પોતાના પિયર ચાલી આવી હતી જે બાદ પત્નીને અવારનવાર કાનમાં દુખાવો થતાં કાનમાં પડદામાં કાણું પડી ગયું હોવાનું તબીબે જણાયું હતું જેથી મહેમુદા પઠાણ પોતાના પતિ ઇમરાન પઠાણ સસરા હારૂન પઠાણ તેમજ સાસુ ફિરોઝા પઠાણના ત્રાસથી કંટાળી આખરે કોસંબા પોલીસ મથકમાં સાસરીયા વિરુદ્ધ ફરિયાદ આપી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500