સુરત શહેરનાં ચૌટાપુલમાં ખરીદી કરવાની બાબતે પતિ સાથે પત્નિનો ઝઘડો થયો હતો. જોકે આ ઝધડામાં પત્નીને માઠું લાગી આવતા ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. જયારે પતિ અને સાસરીયાઓ દહેજમાં બાઇક અને રૂપિયાની માંગણી કરી પરિણીતાને માનસિક પણ ત્રાસ આપતા હોવાનું પણ બહાર આવ્યું હતું.
સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, પોલીસે પતિ અરમાન ઇનામુલખાન, ઇનામુલ લાલમીયા ખાન, શાબરૂન નિશા, ઈમરાન ઇનામુલ ખાન અને સાહીના ઉર્ફે રૂબી ઈમરાન ખાન સામે આત્મહત્યાની દુષ્પેરણાનો ગુનો દાખલ કર્યો હતો.
જેમાં પોલીસે પતિ સહિત 4 લોકોની ધરપકડ કરી હતી અને સચિન જી.આઇ.ડી.સી. ઉન શહીદ પાર્કમાં ભાડેથી રહેતી ફરાહાનાં પતિ અરમાન સાથે રહેતી હતી. બંને એક વર્ષ પહેલા લગ્ન થયા હતા. જયારે ગત તા.10મી જુને ફરાહાનાં ઘરમાં ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.
તેમજ આપઘાતનાં આગલા દિવસે ફરાહાનાં ચૌટાપુલમાં ખરીદી કરવા ગઈ હતી. ત્યારે પતિ અરમાને રાત્રે તેની જોડે ઝધડો કર્યો હતો. એટલું જ નહિ પરિણીતાને તેનો પતિ અને સાસરીયાઓ પિયરમાંથી બાઇક અને રૂપિયા લાવવા દબાણ કરી માનસિક ત્રાસ આપતા હતા. અગાઉ પિયરમાંથી જુની મોપેડ અરમાનને આપી હતી. જુની મોપેડ આપવા છતાં પણ સાસરીયાઓ પરિણીતાને ત્રાસ આપતા હતા. બનાવ અંગે પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500