કામરેજ તાલુકનાં કઠોર ગામે સ્મિત જવેલર્સ નામની દુકાનમાં છત માંથી બાકોરું પાડી દુકાનમાં પ્રેવશી ચોર 60 કિલો ચાંદી તેમજ સોના અને રોકડ રકમ સહિત 86 લાખની મતા ચોરી ભાગી છૂટ્યા હતા. જે ગુનાના ગણતરીનાં કલાકોમાં પોલીસે બે આરોપીને ઝડપી મુદ્દામાલ રિકવર કરી ગુનાનો ભેદ ઉકેલાયો હતો.
જોકે આ ગુનામાં સંડોવાયેલો આકીબ જુનેદ શેખ (ઉ.વ.30, રહે.કઠોર ગામ, સોનિવાડ, કામરેજ) નામનો આરોપી નાસતો ફરતો હોઈ સુરત જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાંચના પોલીસ સ્ટાફનાં માણસોને ખાનગી રાહે મળેલ બાતમી આધારે ખોલવડ ગામના બસ સ્ટેનડ નજીકથી ઝડપી પાડી પૂછપરછ કરતા ગુનાની કબૂલાત કરી હતી ઝડપાયેલા આરોપીને એલ.સી.બી.પોલીસે કામરેજ પોલીસને સોંપયો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500