પલસાણા પોલીસે ધાડ, લુટ તેમજ હુલ્લડનાં ગુનાના વોન્ટેડ આરોપી પલસાણા ચાર રસ્તા ખાતેથી ઝડપાયો હતો. જોકે સુરતમાં બે ગુના, અમદાવાદ તેમજ પલસાણામાં નોંધાયેલ ગુનાનો આરોપીને ઝડપી પાડ્યો હતો. પલસાણા પોલીસ મથકનાં પી.એસ.આઈ.ને બાતમી મળી હતી. જે બાતમીનાં આધારે સુરતના પુના ગામે બે ગુનાઓ, અમદાવાદનાં વસ્ત્રાપુર પોલીસ મથકનો એક ગુનો તેમજ પલસાણા પોલીસ મથકમાં નોંધાયેલ ગુનાનો આરોપી ધવલ રમેશભાઈ અકબરી (રહે.તિરૂપતિ ટાવર, ઠાકોર કોમ્પ્લેક્ષ, કાંદીવલી, મુંબઇ) કે જે પલસાણા હાઇવેથી મુંબઇ જનાર છે. જેથી ધાડ, લૂટ તેમજ હુલ્લડનો વોન્ટેડ રીઢો આરોપી મારુતિ સ્વીફ્ટ કાર નંબર GJ/05/RP/2931માં પલસાણા ખાતેથી મુંબઈ જવાનો હોવાની ચોક્કસ બાતમી આધારે પોલીસે રેડ કરી રીઢા આરોપી ધવલ અકબરીને ઝડપી પાડી કાર્યવાહી કરાઈ હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application