Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

રીક્ષા ચોરીનાં ગુનાનો વોન્ટેડ આરોપી ઝડપાતા કાર્યવાહી કરાઈ

  • December 13, 2022 

સુરત શહેરનાં લિંબાયત પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા રીક્ષા ચોરીનાં ગુનાનાં વોન્ટેડ આરોપીને કોસંબા પોલીસે ઝડપી પાડ્યો હતો. છેલ્લા 11 મહિનાથી વોન્ટેડ રીઢા આરોપીને સુજીત હોટેલ નજીકથી ઝડપી પાડી વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. મળતી માહિતી અનુસાર, સુરત જિલ્લાનાં કોસંબા પોલીસ મથકના PI અને સ્ટાફને ખાનગી રાખે ચોક્કસ બાતમી મળી હતી કે, સુરત શહેરનાં લીંબાયત પોલીસ મથકમાં રીક્ષા ચોરીનાં ગુનામાં છેલ્લા 11 મહિનાથી નાસતો ફરતો વોન્ટેડ આરોપી માંગરોળ તાલુકાનાં માલાકાવાડ તલસાડી ખાતે રહેતો જાકિર ઇશમાઇલ મિર્ઝા છે.




જે નેશનલ હાઈવે નંબર-48 ઉપર આવેલા સુરજીત હોટેલ પર આવવાનો છે અને તેણે શરીરે ભૂરા કલરની આખી બાયનો ચેક્સવાળો શર્ટ તથા કાળા કલરનું પેન્ટ પહેરેલું છે. તેવી ચોક્કસ બાતમીનાં આધારે કોસંબા પોલીસે વોચ રાખી વોન્ટેડ આરોપી જાકિર ઇશમાઇલ મિર્ઝાને ઝડપી પાડ્યો હતો અને વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. જયારે લીંબાયત પોલીસને આરોપીનો કબ્જો સોંપવામાં આવ્યો છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application