સુરતનાં પલસાણા તાલુકાનાં બલેશ્વર ગામની સીમમાં છેલ્લા દસ દિવસથી આંટાફેરા મારતો દીપડો છેવટે પાંજરે પુરાય જતા ગ્રામજનોએ હાશકારો અનુભવ્યો હતો. મળતી માહિતી અનુસાર, પલસાણાનાં બલેશ્વર ગામે આવેલા ઉવેશભાઈ આબોવતના ખેતરોમાં છેલ્લા દસેક દિવસથી દીપડો દેખાય રહ્યો હતો. જોકે બે દિવસ પૂર્વે જ દીપડાએ કુતરાનો શિકાર કરતા ખેડૂત દ્વારા વનવિભાગને જાણ કરવામાં આવી હતી. આથી પલસાણા વનવિભાગની ટીમ સ્થળ પર પહોંચી હતી અને ખેતરમાં પાંજરું ગોઠવ્યું હતું.
તેમજ પિંજરામાં શનિવારે રાત્રે એક દીપડો મારણનો શિકાર કરવા જતાં પુરાય ગયો હતો. આ અંગે જાણ થતાં જ વન વિભાગની ટીમ સ્થળ પર પહોંચી હતી અને દીપડાનો કબ્જો લઈ તેને જંગલમાં છોડવાની તજવીજ હાથ ધરી હતી. દીપડો પાંજરે પુરાતા જ ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો હતો. જોકે ગામની સીમમાં હજીપણ દીપડા ફરી રહ્યા હોવાનું ગ્રામજનો જણાવી રહ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application