ચલથાણ ભરતનગરમાં રહેતા અનિલભાઈ નામદેવભાઈ ચૌહાણ જે ભરતનગરમાં જ ચૌહાણ ટેલરનાં નામે દુકાન ધરાવે છે જેમને ત્યાં છેલ્લા કેટલાક સમયથી કામ કરતો અને દુકાનમાં જ રહેતો કારીગર રાહુલ વર્મા (ઉ.વ.23) જેઓ ગતરોજ મોડી રાત્રે દુકાનેથી એકટીવા મોપેડ નંબર GJ/19/AQ/6737 લઈ ચલથાણમાં નિકળેલી ગણેશજીની શોભાયાત્રા જોઈ કરણ ગામે પેટ્રોલપંપ પર પેટ્રોલ પુરાવી દુકાને આવી રહ્યો હતો.
તે સમયે કરણ ગામના કટ પર મુંબઈ તરફથી અમદાવાદ તરફ જતી એક ટ્રક નંબર GJ/01/FT/4156નાં ચાલકે એકટીવાને અડફેટે લેતાં એકટીવા સહિત યુવક ટ્રક નીચે ફસાઈ જતાં ટ્રક ચાલકે એકટીવા સહિત યુવકને 200 મીટર સુધી ઘસડી ગયો હતો.
જોકે મોડી રાત્રે સર્જાયેલા આ ગમખ્વાર અકસ્માતમાં એકટીવા ચાલક યુવકનું મોત નીપજ્યું હતુ. જયારે ટ્રક ચાલક ટ્રક ઘટના સ્થળે જ મૂકી ભાગી છૂટ્યો હતો ઘટના અંગે પલસાણા પોલીસને જાણ થતા પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવી ટ્રક ખસેડી ટ્રાફિક પૂર્વરત કર્યો હતો અને લાશનો કબ્જો મેળવી પીએમ માટેની તજવીજ હાથ ધરી હતી. ઘટના અંગે અનિલ ચૌહાણે પલસાણા પોલીસ મથકનાં ટ્રક ચાલક વિરુદ્ધ ફરિયાદ આપી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500