Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

Complaint : ત્રણ ઈસમોએ મીલ પર આવી ઇન્ચાર્જને બહાર બોલાવી પટ્ટા વડે ફટકારતા ઇન્ચાર્જને સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો, ત્રણેય ઈસમ વિરુધ પોલીસ ફરિયાદ

  • October 05, 2022 

કડોદરા ખાતે આવેલી એક મિલમાં કામ કરતા ખાતાનાં ઇન્ચાર્જ કારીગરને મિલ પર નોકરી નહીં આવતા ફોન કરી ખખડાવતા કારીગર અને તેના પિતાજી સહિત ત્રણ ઇસમે મીલ પર આવી ઇન્ચાર્જને બહાર બોલાવી પટ્ટા વડે ફટકારતા ઇન્ચાર્જને સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો હતો. મળતી માહિતી મુજબ, મૂળ ઉત્તરપ્રદેશનાં કાનપુરનાં અને હાલ કડોદરા ખાતે શ્રીનિવાસ ગ્રીન સિટીમાં મહારાજભાઈની રૂમમાં રહેતા ગુલામ સુભાષસિંહ યાદવ (ઉ.વ.36) નાઓ કડોદરાની વી.કે. મીલમાં ઇન્ચાર્જ તરીકે નોકરી કરે છે અને મિલમાં ચાની દુકાન પણ ચલાવે છે.




જોકે તેઓ ગત તા.30 સપ્ટેમ્બરનાં રોજ મિલમાં તેમની અડરમાં કામ કરતા શ્યામનંદ યાદવ નાઈટ પાળીમાં નોકરી નહીં આવતા તેમનું મશીન બંધ હોવાથી ઉસકેરાયેલા ઇન્ચાર્જ શ્યામનંદને ફોન કરી "આજે તું કેમ કામ પર નહીં આવ્યો મશીન બંધ છે તો કામ કોણ કરશે તારી મરજી મુજબ કામ નહીં થાય" તેમ કહેતા ઉશ્કેરાયેલા શ્યામનંદે અદાવતમાં મોડી રાત્રે ગુલાબ યાદવને મિલની બહાર બોલાવી શ્યામનંદ તેમજ તેના પિતા બીપીન સિંગ અને એક અજાણ્યા માણસ મળી ગુલાબી યાદવને પટ્ટાવળે ફટકારતા ગુલામ યાદવને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ઘટના અંગે ગુલામ યાદવએ કડોદરા પોલીસ મથકમાં ત્રણ વિરુદ્ધ ફરિયાદ આપી હતી.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application