મૂળ મહારાષ્ટ્રના અને હાલ સુરતનાં પલસાણા તાલુકાનાં જોળવા ગામે આવેલ સાંઈ આંગણ રેસિડેન્સીના મકાન નંબર-179માં રહેતા આંબાદાસ પ્રહલાદ પાટીલ (ઉ.વ.65) નાઓ પત્ની સાથે પોતાના પુત્ર કૈલાશનાં પરિવાર સાથે રહે છે. જોકે 32 વર્ષીય પુત્ર કૈલાશને 3 સંતાન છે અને તે છેલ્લા કેટલાક સમયથી કૈલાશ બેરોજગાર હોવાથી અવારનવાર પિતા પાસે ખર્ચના રૂપિયા માંગતો હતો.
જયારે સોમવારે મોડી સાંજે કૈલાશે પિતા પાસે ખરીદી રૂપિયા માંગતા પિતાએ રૂપિયા આપ્યા ન હતા તેમજ રૂપિયા બાબતે પિતા-પુત્ર વચ્ચે રકઝક થઈ હતી જેને લઈ કૈલાશને ખોટું લાગી આવતા કૈલાશે મોડી રાતે પોતાના દાદર પાસે પજારીમાં લોખંડની એંગલ સાથે દોરી વળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતુ. ઘટના અંગે મૃતકના પિતાએ પલસાણા પોલીસ મથકમાં જાણ કરતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application