Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

Police Complaint : મિલકત બાબતે પુત્રે પાવડાનાં હાથા વડે પિતા પર હુમલો કર્યો : પિતાએ પુત્ર સામે કરી પોલીસ ફરિયાદ

  • September 05, 2022 

સુરતનાં કામરેજનાં વાવ ગામે સગા પુત્રએ મિલકત માટે પિતા પર પાવડાનાં હાથા વડે હુમલો કરતા પિતાએ કામરેજ પોલીસ મથકમાં ફરિયાદ આપી હતી. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, કામરેજમાં વાવ ગામે પટેલ ફળિયામાં રહેતા સુરેશચંદ્ર જયંતીલાલ પટેલ હાલ નિવૃત જીવન ગાળે છે અને તેમને સંતાનમાં બે સંતાનો છે જેમાં દિવ્યેશ જે સુરત ખાતે રહે છે.



જયારે બીજો ચિરાગભાઈ જે વાવ ગામે જ રહે છે આમ, બંને પુત્ર પોતામાં પરિવાર સાથે રહે છે. જ્યારે દિવ્યેશ વ્યસની હોવાથી તે બે બાળકો સાથે પોતાના પિયર જતી રહી હતી તેમજ દિવ્યેશ અને તેના પિતા સુરેશચંદ્રભાઈ સાથે છેલ્લા કેટલાક સમયથી મિલકત બાબતે તકરાર ચાલતી હતી.



જેથી શનિવારનાં રોજ સુરેશચંદ્ર પોતાના ઘરે હાજર હતા તે સમયે દિવ્યેશ તેના ઘરે આવ્યો અને પિતા પાસે મિલ્કતનો ભાગ માંગી ઝગડો કરી પિતાને ઠીકામુકકાનો માર માર્યો હતો અને ઉશ્કેરાટમાં આવીને પાવડાનાં હાથા વડે પિતાના હાથના પંજામાં માર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બનાવ અંગે સુરેશચંદ્રભાઈ નાએ પોતાનાં પુત્ર દિવ્યેશ વિરુદ્ધ કામરેજ પોલીસ મથકમાં ફરિયાદ આપી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application