Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

બાઇકની ચોરી કરનાર શખ્સ વરેલી પાટીયા નજીકથી ઝડપાયો

  • June 18, 2022 

સુરતનાં પલસાણા તાલુકાનાં અંત્રોલી ગામે આવેલ એક કોમ્પ્લેક્ષનાં પાર્કિંગમાંથી બાઇકની ચોરી કરનાર વ્યક્તિને કડોદરા પોલીસે વરેલી પાટીયા નજીકથી ઝડપી પાડ્યો હતો. જોકે, આ બાઇક ચોર સગીર વયનો હોય પોલીસે તેને ડીટેન કરી રૂપિયા 30 હજારની કિંમતની બાઇક કબ્જે લઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, કડોદરા જી.આઈ.ડી.સી પોલીસ સ્ટાફનાં માણસો અલગ-અલગ ટીમો બનાવી પેટ્રોલીંગમાં હતા.



તે દરમિયાન ખાનગી રાહે સંયુક્ત બાતમી મળતા તેઓ વરેલી પાટીયા નજીક વોચ ગોઠવી હતી તે સમયે નંબર પ્લેટ વગરની એક બજાજ કંપનીની પ્લેટીના બાઇક ઉપર બાતમી મુજબનો વ્યક્તિ આવતા તેને અટકાવ્યો હતો અને બાઇકના જરૂરી કાગળો માંગતા મળી આવ્યા ન હતા. જેથી પોલીસે તેની વધુ પૂછપરછ કરતાં જાણવા મળ્યું હતું કે, આ બાઇક ચોરીની છે તેમજ બાઇક સાથે પકડાયેલ વ્યક્તિ સગીર વયનો છે અને તેણે આ બાઇક અંત્રોલી ગામ નજીક આવેલ રામવિલા કોમ્પ્લેક્ષના પાર્કિંગમાંથી ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. કડોદરા પોલીસે પકડાયેલ કિશોરને ડીટેન કરી 30 હજારની કિંમતની બાઇક કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application