Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

Accident : અજાણ્યા વાહન અડફેટે આવતાં મોપેડ ચાલકનું ઘટના સ્થળે મોત

  • October 11, 2022 

સુરતનાં પલસાણા તાલુકાનાં બલેશ્વર ગામની સીમમાં હોટલની સામે એક અજાણ્યા વાહન ચાલકે મોપેડને અડફતે લેતા મોપેડ ચાલકનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતુ. મળતી માહિતી મુજબ, મૂળ રાજસ્થાનના ભીલવાળા જિલ્લાના અને હાલ નવસારીનાં જલાલપોર વિસ્તારના વિજલપુર વિસ્તારમાં આવેલ રામનગર-2માં સેન્ટસા રેસિડેન્સીના મકાન નબર 505 નંબરના ફ્લેટલ રહેતા પવન શાંતિલાલ જૈન (ઉ.વ.42) નાઓ ગત તા.8 ઓક્ટોબરનાં રોજ મોડી સાંજે પોતામાં ઘરેથી સુરત જિલ્લાના કામરેજ ખાતે આવેલ ચિરાગ ટ્રાવેલ્સમાં બુકીંગ કરવા માટે નીકળ્યા હતા.




તે સમયે પોતાનાં કબ્જાનું સુઝુકી એક્સસ મોટરસાઇકલ GJ/21/BJ/7475 લઈ નીકળ્યા હતા તે દરમિયાન મોડી સાંજે 7 વાગ્યાનાં અરસામાં નેશનલ હાઈવે નંબર-48 પર બલેશ્વર ગામની સીમમાં મહાખેતેશ્વર હોટલની સામે મુંબઇથી અમદાવાદની બાજુએ તેમની મોપેડને પાછળથી કોઈ અજાણ્યા ચાલજે ટક્કર મારતા પવન જૈનને માથા પરથી વાહનનું ટાયર ફળી વળતા ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતુ. બનાવ અંગે મૃતકનાં નાનાભાઈ કમલ જૈનએ પલસાણા પોલીસ મથકના અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ફરિયાદ આપી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application