સુરતનાં કામરેજ તાલુકાનાં આંબોલી ગામે ચાની દુકાન ચલાવતા શખ્સ પાસે કઠોર ગામના એક માથાભારે શખ્સ પાસેથી દુકાનદારે વિમલનાં રૂપિયા માંગતા દુકાનદારે ઉધાર આપવાની ના પાડતા ઉશ્કેરાયેલા શખ્સે દુકાન દારને મારમારી દુકાનદારનાં બનેવીની મોટર સાયકલની તોડફોડ કરી હતી. બનાવ અંગે દુકાનદારે કામરેજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, અર્જુનભાઈ નીનાભાઈ પાટીલ (રહે.માનસરોવર સોસાયટી, કઠોર ગામ, મૂળ રહે.મહારાષ્ટ્ર) નાઓ કામરેજના આંબોલી ગામની હદમાં આગેલ ગિરનાર હોટલની બાજુમાં સાંઈ ટી નામની હોટલ ચલાવી પોતાનું ગુજરાન ચલાવે છે તેમજ તેમની સાથે તેમનો બનેવી પણ હોટલ ચાલવવામાં મદદ રૂપ થાય છે.
જોકે ગત તા.17 ઓગસ્ટનાં રોજ મોડી રાતે અર્જુનભાઈનાં બનેવી ગજાનંદ મહાદેવ ફાળકે હોટલ પર હાજર હતા તે સમયે કઠોર ખાતે રહેતો સરફરાઝ સાદિક મુલતાની આવ્યો અને ગજાનંદ ફાળકે પાસેથી વિમલની માંગણી કરી હતી, જ્યારે ગજાનંદે રૂપિયાની માંગણી કરતા સરફરાઝ ઉશ્કેરાઈને કહ્યું "હું કઠોર ગામનો દાદો છું, તું મને નથી ઓળખતો એટલે રૂપિયા માંગે છે, ચાલ જલ્દી વિમલ આપ" એમ કહેતા ગજાનંદ ફાળકે ને માર માર્યો હતો.
જેથી ગજાનંદે ફોન કરી પોતાના સાડા અર્જુનને ઘટનાની જાણ કરતા અર્જુન પોતાની મોટર સાયકલ નંબર MH/28/BJ/0486 લઈ પોતાની હોટલ આવતા સરફરાઝએ ઉશ્કેરાટમાં આવીને અર્જુનભાઈની ચાની લારી ઊંઘી વાળી તોફાન મચાવ્યું હતુ અને નજીકમાં રહેલી પંચરની દુકાને ગઈ ત્યાંથી ટોમી લાવી અર્જુનભાઈ પર હુમલો કરી ખભામાં મારી હતી.
તેમજ દુકાનેથી હથોડો લાવી હથોડા વડે ગાડી પર હથોડા ઝીંકી ગાડીને નુકશાન કર્યું હતુ. ઘટના અંગે અર્જુન પાટીલે કન્ટ્રોલ રૂમમાં ફોન કરતા કામરેજ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી ઘટના અંગે અર્જુન પાટીલે 50 હજારની મોટર સાયકલનું નુક્શાન તેમજ ચાની દુકાનમાં 5 હજારનું નુકસાન અંગે અને મારમારી કરવા અંગે કામરેજ પોલીસ મથકમાં ફરિયાદ કરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500