સુરતનાં ઉમરપાડા તાલુકાનાં ચંદ્રપાડા ગામે રહેતા પરિવારનાં મોટાભાઈનાં ખેતરનાં મકાઈનાં પાકમાંથી નાનાભાઈનાં દીકરાએ બળદ અને હળ ચલાવતા બંને ભાઈનાં પરિવાર ખેતરમાં જ ઝઘડિયા હતા. ઘટના અંગે જેઠાણીએ દેરાણીનાં પરિવારનાં 6 સભ્ય વિરુદ્ધ પોલીસ ફરિયાદ આપી હતી.
સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, ઉમરપાડાનાં ચંદ્રપાડા ગામે નિશાળ ફળિયામાં રહેતા રાધાબેન ભંગડાભાઈ વસાવાનું પરિવાર ખેતી કરી ગુજરાન ચલાવે છે. જોકે બુધવારનાં રોજ રાધાબેન ખેતરમાં હાજર હતા ત્યારે તેમના દિયરનો છોકરો અશોકભાઈ મુળજીભાઈ વસાવા હળ લઈ ખેતર માંથી પસાર થતા મકાઈનાં પાકને નુકશાન થયું હતું.
ઘટના અંગે રાધાબેને તેમની દેરાણી કંચનબેને કહેવા જતા કંચનબેને રાધાબેનને કહ્યું હતુ કે, અમે તમને મારવા માટે ક્યારના શોધતા હતા હવે અમે તને મારવાના હતા તેમ કહી ધમકી આપી હતી જેથી રાધાબેન ઘરે ચાલ્યા ગયા હતા અને તે બાદ ઘટના અંગે પતિ ભંગડાભાઈ અને પુત્ર પ્રદીપભાઈને કરતા પ્રદીપ રાધાબેનનાં ઘરે જઈ ધમકી અંગે વાત કરી હતી.
ત્યારબાદ રાધાબેન અને ભંગડાભાઈ તેમજ પુત્ર પ્રદીપભાઈ ઉપર દેરાણીનું આખું પરિવાર લાકડા લઈ તૂટી પડતા રાધાબેન અને પતિ ભંગડાભાઈને ઇજાઓ થતા 108ની મદદથી ઉમરપાડા હોસ્પિટલમાં ખસેડવામાં આવતા પતિ ભંગડાભાઇને કરોડરજ્જુમાં ફ્રેક્ચર હોવાનું જણાવ્યું હતું. ઘટના અંગે રાધાબેને દેરાણીનાં પરિવારનાં 6 સભ્યો વિરુદ્ધ ફરિયાદ આપી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500