ગંગાધરા રેલવે સ્ટેશનથી પૂર્વમાં ગાંગપુર ગામની સીમમાંથી પસાર થતી રેલવે લાઇન પર એક અજાણ્યો ઉંમર આશરે 35 વર્ષીય પુરૂષ ઇસમ મૃત હાલતમાં હોવાનું જાણ થયું હતું. રેલવે પોલીસે ગાંગપુર ખાતે જઇને જોતા એક પુરુષ ટ્રેન નીચે પડતું મૂકી આપઘાત કર્યાનું માલુમ પડ્યું હતું.
જયારે મરનાર અજાણ્યા યુવાને અપ ગુડ્સ ટ્રેન સામે આવી આપઘાત કરી લેતા શરીરે થયેલી ગંભીર ઈજાઓ પહોંચી હતી. પોલીસે આ મામલે મરનારનાં વાલી વારસદારને શોધવા માટે કાર્યવાહી હાથ ધરી છે. મરનારનું તથા કપડાંનું વર્ણનમાં પોલીસે જણાવ્યું હતું કે, અજાણ્યા મરનાર પુરૂષ યુવાનની ઉંમર આશરે 35 વર્ષની છે.
જે યુવાન શરીરે મધ્યમ બાંધાનો, રંગે ગૌવર્ણ, ઊંચાઈ આશરે 5 ફૂટ 4 ઇંચની છે. યુવાને શરીરે ક્રીમ કલરનું આખી બાયનું શર્ટ તથા લાલ કલરનું બનીયાન તથા ગ્રે કલરનો પેન્ટ પહેરેલ છે. જેના જમણા હાથની કલાઈમાં દિલમાં RD નામનું જીંડણ ગોથાવેલ છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500