Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

મરઘાં ખાવાની લાલચે દીપડાનું બચ્ચું કેદ થયું

  • July 01, 2022 

બારડોલી તાલુકાનાં મિયાવાડી (કડોદ) ગામે 15 દિવસ પહેલા દીપડી સાથે બે બચ્ચા જોવા મળ્યા હતા. જે પૈકી ગતરોજ મળસ્કે અઢી વર્ષનું બચ્ચું પાંજરામાં કેદ થતાં વન વિભાગે કબ્જો લઈ આગળની તપાસ હાથ ધરી હતી. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, બારડોલી તાલુકાનાં મિયાવાડી (કડોદ)ના ખેતરાડી વિસ્તારમાં પંદરેક દિવસ પહેલા એક દીપડી બે બચ્ચા સાથે જોવા મળી હતી.




જેથી ગામનાં સરપંચે બારડોલી સામાજિક વનીકરણ વિભાગમાં લેખિત ફરિયાદ કરી હતી. આથી વનવિભાગની ટીમે મિયાવાડી ગામે મારણ સાથે પાંજરું ગોઠવ્યું હતું. જેમાં ગતરોજ મળસ્કે મરઘાં ખાવાની લાલચે એક દીપડાનું બચ્ચું કેદ થઈ ગયું હતું. વન વિભાગે સ્થળ પર પહોંચી કબ્જો લઈ તેને જંગલમાં છોડવાની તજવીજ હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application