Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

Accident : અજાણ્યા વાહન અડફેટે આવતાં મજુરનું ઘટના સ્થળે મોત

  • September 29, 2022 

મૂળ ઉત્તરપ્રદેશનાં જોન પુર જિલ્લાનાં અને હાલ કડોદરાનાં દુર્ગાનગર સોસાયટીમાં રહેતા સુશપાલ રામ પ્રકાશ ડાયરે (ઉ.વ.38) વરેલીની સુરુચી મિલમાં મજુરી કરે છે જ્યારે પત્ની રજનીદેવી જોળવા ખાતેની ચતુરભુજ મિલમાં નોકરી કરી ત્રણ સંતાન સાથે રહી પોતાનું ગુજરાન ચલાવે છે. જોકે ગત તા.27 સપ્ટેમ્બરના રોજ સુશપાલ દોયરે પગપાળા મિલ માંથી છૂટી ઘરે આવી રહ્યો હતો ત્યારે કડોદરા નગરમાં CNG પંપની સામે અજાણ્યા વાહન અડફેટે આવતા સુશપાલનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું.




જયારે બીજી તરફ સુશપાલ મોડી રાત 10 વાગ્યા સુધી ઘરે નહિ આવતા પત્ની પતિને ફોન કરતા પતિનો ફોન બંધ આવતા પત્નીએ બિલ્ડિંગનાં દુકાન માલિકને જાણ કરતા તેમણે પોતાના સોસિયલ મીડિયામાં આવેલા અકસ્માતમાં ફોટા બતાવી પોતાના પતિનું અકસ્માત થવા અંગેની જાણ કરતા પત્ની પર આભતૂટી પડ્યું હતું. ઘટના અંગે મૃતકની પત્ની રજની દેવીએ કડોદરા પોલીસ મથકમાં અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ફરિયાદ આપી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application