સુરત શહેરનાં વેડ રોડ પર રાત્રે પત્ની ફોન પર કોઇ સાથે વાત કે ચેટીંગ કરતી હોવાથી પતિએ મોબાઇલ લઇ લીધો હતો. જેથી પત્નિને માંઠુ લાગી આવતા ગળે ફાંસો ખાઇ આત્મહત્યા કરી હતી. સ્મીમેર હોસ્પિટલથી મળેલી વિગત મુજબ, વેડ રોડ પર વાસુદેવનગર સોસાયટીમાં રહેતી 27 વર્ષીય મોનીસીંગ સત્યવિરસીંગ ચૌહાણે શુક્રવારે રાત્રે ઘરમાં પંખા સાથે સાડીનો છેડો બાંધી ગળે ફાંસો ખાઇ આપધાત કર્યો હતો.
ઘટના અંગે તપાસકર્તા કતારગામ પોલીસ મથકએથી જાણવા મળ્યું હતું કે, મોનીસીંગ રાત્રે ફોન પર કોઇ સાથે વાત કે ચેટીંગ કરતી હતી. જેથી તેના પતિએ તેની પાસે મોબાઇલ લઇને ધાબા ઉપર જતો રહ્યો હતો. જેથી તેને માંઠુ લાગી આવતા આ પગલુ ભર્યુ હોવાની સકયતા છે. તે મુળ ઉતરપ્રદેશના બાંદાની વતની હતી અને તેને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. તેના પતિ હીરાના કામ સાથે સંકળાયેલા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application