સુરતનાં બારડોલી ખાતે તેન ગામે ચાણક્યપુરી સોસાયટીના મકાન નંબર-207માં રહેતી નિધીબેન મહેન્દ્રભાઈ પટેલ (ઉ.વ.23) હાલ તેઓ ઇલેક્ટ્રીક ડિપ્લોમાનાં છેલ્લા સેમેસ્ટરમાં અભ્યાસ કરે છે અને તેમની માતા અને તેમના ભાઈ સાથે રહી છે એક વર્ષ પહેલા તેઓને ઓળખાણ આકાશભાઈ સુનિલભાઈ પટેલ (રહે.ધોળીકુઈ, પટેલ ફળિયું, મહુવા)નાઓ થઈ હતી જે બંને વચ્ચે પ્રેમ પ્રકરણ થતાં 2019માં તેઓએ કોર્ટ મેરેજ કર્યા હતા.
ત્યારબાદ આકાશ દ્વારા નિધિને સામાન્ય બાબતોમાં રોકટોક કરી નિધિના પરિવાર સાથે પણ મળવા નહિ દેતા કે મારઝૂડ કરાતા અને હક જમાવતા નિધિએ બે મહિના પહેલા તારીખ 23/8/2022નાં રોજ છૂટાછેડા આપ્યા હતા એ બાદ પણ આકાશ વારંવાર નિધિને ફોન તેમજ વિડીયો કોલ કરી હેરાન પરેશાન કરતો હતો અને જો તું બીજા લગ્ન કરશે તો તને અને તારા પતિને જાનથી મારી નાખીશું એવી ધમકી આપતા હતા.
જોકે ઘટના બાદ શુક્રવારના રોજ નિધીબેન પટેલ પોતાના ઘરે એકલા હતા ત્યારે આકાશ અન્ય માણસો સાથે ઇનોવા ગાડીમાં આવ્યો અને નિધીબેનના ઘરમાં ઘૂસી ચપ્પુ બતાવી આપણા છુટાછેડાના કાગળ મને આપી દે તેમ કરવા લાગ્યો હતો અને નિધિને બિભસ્ત ગાડો આપી હતી અને જો છૂટાછેડા નહીં આપે તો તને નાખીશ એવી ધમકી આપી હતી.
તેમજ હું પણ મરી જઈશ હું એ એક સુસાઇડ નોટ લખી છે જેમાં તમારા તમામનાં નામ લખ્યા છે તેમ કહેતા જેથી નીતિબેન ગભરાઈ એક રૂમમાં ગઈ સાડી વડે ફાંસી ખાઈ જીવન ટુકવવાનો પ્રયાસ કર્યો જતો. જોકે આસપાસનાં લોકો દોડી આવતા નિધિને બચાવી લેવામાં આવી હતી અને તત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવતા નિધિએ આકાશ વિરુદ્ધ બારડોલી પોલીસ મથકમાં ફરિયાદ આપી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500