મૂળ ઉત્તરપ્રદેશનાં બલિયા જિલ્લાનાં અને હાલ સુરત જિલ્લાનાં માંગરોળ તાલુકાનાં કુંવરદા ગામે નાયલોન કોલોનીમાં 654 નંબરનાં મકાનમાં રહેતા દ્વારકા પ્રસાદ સહાની 19 વર્ષીય મીનકુમારીએ શનિવારે બપોરનાં સમયે ઘરમાં એકલી હતી. તે સમયે અગમ્ય કારણોસર મકાનમાં પતરા મુકવાની લોખંડની એંગલ સાથે ઓઢણી વડે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતુ. ઘટના અંગે મૃતકની માતાએ કોસંબા પોલીસ મથકમાં જાણ કરતા કોસંબા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application