સુરત ગ્રામ્ય એલ.સી.બી અને પેરોલ ફર્લો શાખાના માણસો નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે સ્પેશ્યલ ડ્રાઇવ શરૂ કરી હતી, જયારે સ્પેશ્યલ ડ્રાઇવમાં અલગ અલગ ટીમો બનાવી પેટ્રોલીંગમાં હતા. તે દરમિયાન એલ.સી.બી શાખાના હેડ કોન્સ્ટેબલ નાઓને બાતમીદાર થકી બાતમી મળી હતી કે, કામરેજ તથા માંડવી પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશનનાં ગુનામાં ઘણા સમયથી કારેલી નવી ગીરનાર ફળીયું, પલસાણા નાનો નાસતો ફરતો લીસ્ટેડ બુટલેગર આરોપી દિપકભાઇ અંબુભાઇ નિકુમને મોતા ગામની સીમમાં મોતાથી ગંગાધરા ગામ તરફના રોડની બાજુમાં આવેલ વણજારી માતાના મંદિર પાસે બેસેલ છે.
તેમજ આ ઇસમે શરીરે લાલ કલરનું આખી બાંયનું શર્ટ તથા બ્લ્યુ કલરનું જીન્સ પેન્ટ પહેરેલ છે જે ચોક્કસ બાતમી મળતા બતમીવાળી જગ્યાએ જઈ જોતા સ્થળ પર નાસતો ફરતો આરોપી દિપકભાઇ અંબુભાઇ નિકુમ મળી (રહે.કારેલી ગામ, નવું ફળિયું, પલસાણા) નાને ઝડપી લેવામાં આવ્યો હતો અને તેના વિરૂધ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરી આગળની કાર્યવાહી માટે બારડોલી રૂરલ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500