સુરતનાં ઓલપાડ તાલુકાનાં પિંજરત ગામે ઉછીનાં પૈસા નહિ આપતા થયેલી બબાલમાં બને જૂથ વચ્ચે લાકડા અને સળિયા વડે માર મારવામાં આવતા સમગ્ર મામલો પોલીસ મથકમાં પહોંચ્યતાં બંને જૂથે સામસામી ફરિયાદ આપી હતી. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, ઓલપાડ તાલુકાનાં પિંજરત ગામે મહાદેવ ફળિયામાં રહેતા ભૂપેન્ડભાઈ રમણભાઈ પટેલ (ઉ.વ.42) ખેતી કરી પોતાનું ગુજરાન ચલાવે છે અને તેમના ફળિયામાં રહેતા ખડુંભાઈ પટેલે ભુપેન્દ્રભાઈ પાસેથી બે દિવસ અગાઉ હાથ ઉછીનાં પૈસા માગ્યા હતા.
પંરતુ ભુપેન્દ્રભાઈએ ન આપતા તે ઉશ્કેરાયે ગઈ અદાવત રાખીને બુધવારનાં રોજ ભુપેન્દ્રભાઈનાં ઘરે ગઈ ભુપેન્દ્રભાઈને ગમે તેમ ગાળો બોલવા લાગ્યા હતા અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ત્યારબાદ ખંડુભાઈના પુત્ર હર્ષ પટેલે ભુપેન્દ્રભાઈને લાકડાના સપાટાથી માર માર્યો હતો અને મહેન્દ્ર પટેલે તેને લોખંડના સડીયાથી મારમારતાં સાથે આવેલા અન્ય ઈસમો પણ ભુપેન્દ્રભાઈને ધિકમુકકાનો માર મારી ભુપેન્દ્રભાઈને ઇજા કરી હતી.
જેના કારણે ભુપેન્દ્રભાઈને ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા જ્યારે બીજી બાજુએ મહેન્દ્રભાઈ પ્રેમાભાઈ પટેલે પણ ઓલપાડ પોલીસ મથકમાં ફરિયાદ આપી હતી કે ભુપેન્દ્રભાઈ પટેલ સાથે તેનો ભત્રીજો ખડું ઝગડો કરતો હતો જેથી ભુપેન્દ્રભાઈએ ફોન કરી ઘરે બોલાવ્યો હતો.
તેમજ ઘરે જતા તે મહેન્દ્રભાઈને ગાળો આપી કેમ ખડુંને મારા ઘરે ઝગડો કરવા મોકલે છે તેમ કહી લોખડનો સળિયા વડે માર માર્યો હતો અને ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બનાવ અંગે ઓલપાડ પોલીસે બંને પક્ષની સામસામે ફરિયાદ લઈ ખડુંભાઈ પટેલ, મહેન્દ્રભાઈ પટેલ, અલ્પેશભાઈ પટેલ, ચિંતન પટેલ, મયુર પટેલ તેમજ હર્ષ પટેલ વિરુદ્ધ ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500