Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ટ્રક માંથી વિદેશી દારૂનાં જથ્થા સાથે ચાલક ઝડપાયો

  • June 27, 2022 

પલસાણાનાં નેશનલ હાઈવે નંબર-48 પરથી વિદેશી દારૂ ભરેલી ટ્રક ઝડપી પાડી દારૂ સહિત 19.64 લાખનો મુદામાલ કબ્જે લીધો હતો. મળતી માહિતી અનુસાર પલસાણા પોલીસ સ્ટાફનાં માણસોને મળેલી બાતમીનાં આધારે મુંબઈથી અમદાવાદ જતાં એક શંકાસ્પદ ટ્રકને અટકાવી તપાસ કરતા ટ્રક માંથી જુદી-જુદી બ્રાન્ડની 1816 નંગ વિદેશી દારૂની તેમજ બિયરના ટીન મળી આવ્યા હતા.




જોકે પોલીસે ચાલક પુનમારામ સુખરામ બીશ્નોઇ (ઉ.વ.32, રહે.ચંપાનેરી બરમાલા તા.સેઢવા) નાઓની અટકાયત કરી ટ્રક અને વિદેશી દારૂ મળી 19.54 લાખનો મુદામાલ કબ્જે લઈ દારૂ મોકલનાર વિક્રમ બિશનોઇ દારૂ ભરાવનાર અજાણ્યો ઈસમ અને દારૂ લે નાર અમદાવાદનો અજાણ્યા ઈસમને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application