સુરતનો રત્નકલાકારો અબ્રામાથી ઉમરા જઈ રહ્યા હતાં તે સમયે સુરત શહેરની સીટી બસે પાછળથી ટક્કર મારતાં ગંભીર ઈજાને કારણે સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. મળતી વિગતો મુજબ, સુરતનાં કાપોદ્રા ખાતે હીરાનાં કારખાનામાં મજુરી કામ કરતાં મહેશભાઇ વિઠ્ઠલભાઇ ગલાણી (હાલ રહે.44, હરેકૃષ્ણ સોસાયટી, પટેલ સમાજની વાડી, પુણાગામ) જેઓ પોતાની મોટરસાઈકલ નંબર GJ/04/AD/9620 લઇ સાંજેનાં સમયે અબ્રામાં ગામથી ઉમરા ગામ તરફ જઈ રહ્યા હતા.
તે દરમિયાન પાછળથી આવતી સીટી બસ નંબર GJ/05/BZ/2239નાં ચાલકે પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી મહેશભાઇની મોટરસઈકલને અડફટે લેતા માથાનાં ભાગે ગંભીર ઇજા થઇ હતી. જેમને 108 દ્વારા સુરત સ્મીમેરમાં દાખલ કરવામાં આવ્યાં હતાં, જ્યાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. જયારે અકસ્માત બાદ સીટી બસનો ડ્રાઇવર બસ મુકી ફરાર થઇ ગયો હતો. ત્યારબાદ મહેશભાઇનાં નાના ભાઇ ઘનશ્યામભાઇ વિઠ્ઠલભાઇ ગલાણીએ સીટી બસનાં ડ્રાઇવર વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500