સુરત જિલ્લાનાં કામરેજમાં પત્ની પોતાને મારી નાંખવા માટે કાવાદાવા કરી રહી છે તેવો શંકા રાખી પત્નીને જ ખેતરમાં લઇ જઇને તેનું ગળુ દબાવીને હત્યા કરનારા આરોપી પતિને કોર્ટે આજીવન કેદની સજા ફટકારતો હુકમ કર્યો હતો. જોકે સરકાર તરફે એપીપી રાજેશ ડોબરિયાએ દલીલો કરી હતી કે, આરોપી સામેના તમામ પુરાવાઓ છે પત્નીની હત્યા કરી છે એટલે સખત સજા થવી જોઇએ. કેસની વિગત મુજબ કામરેજમાં આરોપી હિતેશ ખોયાણી પોતાની પત્ની રશ્મી અને 2 બાળકો સાથે રહેતો હતો.
જોકે બિમારીના લીધે આરોપી પતિની સારવાર ચાલી રહી હતી. ગત તા.6 ઓગષ્ટ, 2016નાં રોજ હિતેશનાં કહેવા મુજબ પત્નીએ પીણામાં ઘેનની દવા પીવડાવી હતી જેથી તેના પેટમાં બળતરા થવા માંડ્યા હતી. આથી તેણે દૂધ પિતા થોડી રાહત થઈ હતી. અહીંથી જ આરોપી પતિને શંકા ગઇ હતી કે પત્ની તેની હત્યા કરવા માંગે છે. આથી સવારે તે પત્નીને દવાખાને જવાનું છે એમ કહીને લઇ ગયો હતો અને ગામની નજીક એક નહેર પાસે બાઇક ઊભી રાખી આરોપી પતિએ પત્નીનું ગળુ દબાવી દીધુ હતુ અને લાશને ખેંચીને ખેતરમાં લઇ ગયો હતો. સમગ્ર ઘટના બાદ આરોપી પતિની ધરપકડ કરાઈ હતી.
પલસાણા ખાતે વહુની હત્યાના કેસમાં પતિની સાથે જેઠાણીને પણ આરોપી બતાવવામાં આવી હતી. એડવોકેટ સોનલ શર્માએ કરેલી જેઠાણીની આગોતરા અરજી કોર્ટે મંજૂર કરી હતી અને ચુકાદામાં ટાંકયુ હતુ કે તપાસ કરનારની એફિડેવિટમાં જેઠાણીનો ગુનાહિત ઇતિહાસ મળી આવ્યો નથી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500